Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સગીરા ઉપરના બળાત્કાર કેસમાં ભરવાડ શખ્સની જામીન અરજી રદ

રાજકોટ, તા. રપ : અત્રેના ભકિતનગર પોલીસ સ્ટેશનના ભોગ બનનારના પિતાએ પોતાની પંદર વર્ષ અને બે માસની સગીર પુત્રીનું આરોપીએ અપહરણ કરી ગોંધી રાખી અને તેની સાથે સતત આઠ દિવસ સુધી બળાત્કાર ગુજારનાર સાગર ગોવિંદભાઇ ગમારાએ પોતાની પોકસો એકટની કલમ ૪ તથા ૧૭ તથા ઇન્ડીયન પીનલ કોડની કલમ ૩૭૬, ભકિતનગર પોલીસે અટક કરતા રાજકોટના સેશન્સ કોર્ટમાં જામીન ઉપર છૂટવા માટેની અરજી દાખલ કરેલ હતી અને આ અરજીના અનુસંધાને મુળ ફરીયાદીના વકીલ દ્વારા લેખીત વાંધા રજુ કરવામાં આવેલ અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલ અને સરકાર તરફે પણ તપાસનીશ અધિકારીએ વિગત વાર સોગંદનામુ કરેલ હતું. ત્યારબાદ સરકાર પક્ષે હાજર થયેલ સરકારી વકીલ અતુલભાઇ જોષીએ રજૂઆત કરેલ જેને ધ્યાને લઇને કોર્ટે જામીન અરજીને રદ કરી હતી.

હાલના આરોપીએ અનય સહઆરોપી રવિ દ્વારા ભોગ બનનાર પીડીતાનું અપહરણ કરી પ્રથમ સાધુ વાસવાણી રોડ ઉપર ત્યારબાદ ભાણવડ મુકામે સહઆરોપીના ઘરે સગીરાને લઇ જઇ અને સગીરાની ઇચ્છા વિરૂદ્ધ શરીર સંબંધ બાંધેલ છે અને ઉપરથી સગીરાને ધમકી આપીને આરોપી તરીકે અન્ય વ્યકિતનું નામ લખાવજ જો મારૂ નામ લખાવશી તો તારા ભાઇઓને મારી નાંખીશ તેવી ધમકી આપેલી તેવું ભોગ બનનારના નિવેદનમાં સ્પષ્ટપણે દર્શાવેલ હોય આરોપી ભરવડા સાગર ગોવિંદભાઇ ગમારા પ્રાથમિક રીતે જ સગીરા ઉપર બળાત્કારનો ગંભીર ગુન્હાનો આજીવન કેદનો ગુન્હાનો આક્ષેપ છે. હાલ આ કામની તપાસ ચાલુ છે અને આરોપી પૈસાપાત્ર હોય અને રાજકીય વગવાળો હોય કેસની તપાસને નુકશાન કરે તેમ હોય અને સગીર પીડીતાનું જીવન બરબાદ થયેલ હોય કોઇપણ સંજોગોમાં જામીન ઉપર છૂટવા હકકદાર નથી તેવી રજૂઆતને ધ્યાનમાં લઇ એડી. સેશન્સ જજે ભરવાડ આરોપી સાગર ગોવિંદભાઇ ગમારા જે રામાપીર ચોકડી, ૧પ૦ ફુટ રીંગ રોડ પર રહે છે. તેની જામીન અરજી રદ કરેલ હતી.

આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અતુલભાઇ જોષીએ રજૂઆત કરેલ હતી. જયારે મૂળ ફરીયાદી વતી એડવોકેટ મુકેશભાઇ દેસાઇ રોકાયા હતાં.(૮.૧૭)

(3:54 pm IST)