Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

રાજકોટ રેલ્વેના ટોચના અધિકારીને ત્યાં સીબીઆઇ પહોંચી ?

રાજકોટ તા.૨૫: રાજકોટ રેલ્વે ડિવીઝન ના સીનીયર ડિવીઝનલ એન્જીનીયર (ટ્રેક) શ્રી વાસ્તવને ત્યાં સીબીઆઇ પહોંચ્યાનું અને  કેટલીક આંતરિક બાબતે તપાસ- પુછપરછ  થઇ રહયાનું જાણવા મળ્યું છે. ખાનગી મોટરમાં આવ્યાનું અને કોઠી કંપાઉન્ડમાં સતાવાર નિવાસ બંગલો નં. ૨૫, સહિત નેટીવ સહિતના સ્થળોએ ગયાનું જાણવા મળે છે.કેટલીક તપાસ-પુછપરછ કરી બપોરે પરત ફર્યાનું પણ જાણવા મળે છે. સતાવાર કારણ જાણવા મળતું નથી. પણ તેમના અંગે કોઇ આંતરિક બાબતોએ ફરીયાદ થયાનું અને તે સંદર્ભે નિવાસે તપાસ થયાનું પણ ચર્ચાય રહયું છે. શ્રી વાસ્તવનો સંપર્ક થઇ શકયો નથી.

(3:50 pm IST)