Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

પોતે જ પ્રજાનો વિશ્વાસ ગુમાવી દીધો એટલે કોંગ્રેસ દોષનો ટોપલો બીજા પર ઢોળવા નિકળી : રાજુ ધ્રુવ

રાજકોટ તા. ૨૫ : કેન્દ્રની મોદી સરકારના ચાર વર્ષની પૂર્ણાહુતિ પ્રસંગે 'વિશ્વાસઘાત દિવસ' મનાવવા જઇ કોંગ્રેસને ભાજપના અગ્રણી રાજુભાઇ ધ્રુવે જડબાતોડ જવાબ આતા જણાવ્યુ છે કે દેશને છ છ દાયકા સુધી ગરીબીમાં સબડતો રાખનાર મહાભ્રષ્ટાચારી કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ ખોઇ બેઠી છે એટલે હવે દોષનો ટોપલો બીજા ઉપર ઓઢાડવા નિકળી છે.તેમણે સવાલો ઉઠાવતા જણાવ્યુ છે કે દેશને કાશ્મીરની શીરોવેદના સમાન સમસ્યા ભેટ આપનાર કોંગ્રેસ કયા મોઢે વિશ્વાસઘાતની વાત કરે છે? તિબેટ કોેણે ગુમાવ્યુ? લેહ લડાખનો હિસ્સો કોણે ગુમાવ્યો? દેશને જાતિવાદ અને કોમવાદમાં વિભાજીત કરીને વર્ગ વિગ્રહની સ્થિતીમાં મુકી દેનાર કોંગ્રેસ મોદીજીના પારદર્શી અને ભ્રષ્ટાચારમુકત શાસન સામે કયા આધારે 'વિશ્વાસઘાત દિવસ મનાવવા માંગે છે? વધુમાં શ્રી ધ્રુવે જણાવ્યુ છે કે મોદી માટે કોઇને ગમે તેટલો અણગમો હોય તો પણ કેટલીક હકીકતો સ્વીકાર્યા વિના છુટકો જ નથી. લોકતંત્રમાં વિરોધ કરવો કે સમર્થન આપવું એ વ્યકિતનો પોતાનો હકક છે. પરંતુ મોદીજીનો વિરોધ કરીને તમે સમર્થન કોને આપો છો તે અત્યંત ગંભીર પ્રશ્નો બની રહે છે.તુલના કરવી હોય તો, ગુજરાતના કોઇ એક નાના શહેરમાં જઇને નજર નાખવી જોઇએ. ત્યાર બાદ અન્ય રાજયની રાજધાનીમાં આંટો મારવો જોઇએ. ફરક દેખાઇ આવશે. રાજનીતિમાં પ્રવેશના સમયે લાલુ અને મુલાયમ પાસે સાયકલ કે ફાનસ પણ નહોતા. લાજ શરમ નેવે મુકીને બેમર્યાદ ભ્રષ્ટાચાર અને ગુંડાગર્દી આચરનારા આ નેતાઓ આજે હજજારો કરોડના આસામી છે. કોઇ ચાર્ટર્ડ પ્લેનમાં ફરે છે. તો કોઇ મહામોંધી ઓડી અને મર્સીડીસના કાફલાઓ લઇને ફરે છે. કયાંથી આવ્યું આટલું ધન?

માયાવતી જયારે કાશીરામની સાથે રાજનીતિ કરવા આવ્યાં ત્યારે સાયકલ ઉપર પ્રચાર કરતા હતા. આજે તેમના સેન્ડલ પણ પ્લેનમાં આવે છે. તેમના ભાઇ પાસે ૪૯૭ કંપનીઓ છે. શું તેઓ નરેન્દ્ર મોદીથી સારા છે? મોદીજીનો કોઇ સારો વિકલ્પ હોય તો જરૂર જાહેર કરવો જોઇએ.

કેન્દ્રની ભાજપ સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશની શાસનધૂરા સંભાળ્યાને ચાર વર્ષ પૂરા થવા જઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ૨૬ મી મે ના રોજ વિશ્વાસઘાત દિવસની ઉજવણી કરવા જઇ રહી છે તેને આકરા શબ્દોમાં વખોડી કાઢતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ છે કે એક તરફ નરેન્દ્રભાઇ મોદીના નુતન ભારતના નિર્માણનું સ્વપ્ન સાકાર થઇ રહ્યુ છે અને બીજી તરફ ભારત કોંગ્રેસ મુકત બની રહ્યુ છે. ત્યારે સત્તાવિહોણી કોંગ્રેસની હાલત કફોડી અને દયનીય બની છે. તોપાની વિશ્વસનીયતા ગુમાવી બેઠેલા કોંગ્રેસીઓ વિશ્વાસઘાત દિવસ જેવી ઉજવણી કકીને પોતાની નિમ્નસ્તરની માનસીકતાનો વધુ એક પરિચય દેશની જનતાને આપી રહ્યા હોવાનું રાજુભાઇ ધ્રુવે જણાવેલ છે. (૧૬.૨)

(11:57 am IST)