Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

એલન રાજકોટના ક્‍લાસરૂમ વિદ્યાર્થીઓ મીત પારેખ અને હર્ષલ કાનાણી એ ૧૦૦-૧૦૦ પર્સન્‍ટાઈલ મેળવીને સંયુક્‍ત રીતે ‘‘ગુજરાત ટોપર્સ'' બન્‍યા

સતત ૫ માં વર્ષે એલન રાજકોટે સૌરાષ્‍ટ્રમાં તેનું નેતળત્‍વ અને વર્ચસ્‍વ ચાલુ રાખ્‍યું છે

રાજકોટ તા.૨૫: નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સીએ દેશની સૌથી મોટી એન્‍જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા, JEE મેઇન ૨૦૨૪નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. એલન રાજકોટના વિદ્યાર્થીઓ છેલ્લા ૫ વર્ષથી સતત JEE મેઇનના પરિણામોમાં ટોપ પર્સન્‍ટાઇલ મેળવીને સૌરાષ્‍ટ્રના ટોપર્સ બન્‍યા છે અને આ વર્ષે તેઓ ગુજરાતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઐતિહાસિક પરિણામો આપીને તેમની ગૌરવપૂર્ણ પરંપરા ચાલુ રાખી છે. એલન રાજકોટ સેન્‍ટર હેડ અમળતાશ મુખર્જીએ જણાવ્‍યું હતું કે એલન રાજકોટના ક્‍લાસરૂમ વિદ્યાર્થી મીત પારેખ એ AIR ૨૮ અને હર્ષલ કાનાણીએ AIR ૪૪ સ્‍કોર પ્રાપ્ત કર્યો તેમજ બંનેએ ૧૦૦-૧૦૦ પર્સન્‍ટાઈલ સ્‍કોર પ્રાપ્ત કરીને સંયુક્‍ત રીતે ‘‘ગુજરાત ટોપર્સ'' બન્‍યા છે. આ સાથે અન્‍ય વિદ્યાર્થી દ્વિજા પટેલે AIR ૫૮ મેળવીને ગર્લ કેટેગરીમાં સૌરાષ્‍ટ્ર ટોપરનું બિરુદ મેળવ્‍યું જે સમગ્ર સૌરાષ્‍ટ્રના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે ALLEN રાજકોટના ટોપ ૫૦૦ AIR માં ૬ વિદ્યાર્થીઓ, ટોપ ૧૦૦૦ AIR માં ૧૧, ટોપ ૨૦૦૦ AIR માં ૧૫, ટોપ ૫૦૦૦ AIR માં ૨૩ અને ટોપ ૧૦,૦૦૦ AIR માં ૩૧ વિદ્યાર્થીઓએ સ્‍થાન મેળવ્‍યું જયારે ૧૦૨ વિદ્યાર્થીઓએ JEE એડવાન્‍સ્‍ડ ૨૦૨૪ માં બેસવાનું પસંદ કર્યું છે. એલન રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલા આ પરિણામો સૌરાષ્‍ટ્રના ઈતિહાસમાં સૌથી વધુ છે.

(4:33 pm IST)