Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

કોર્પોરેશનની દબાણ હટાવ શાખા સહિતના ૬ અધિકારીઓ-કર્મચારીઓની બદલી

બી. બી. જાડેજાને દબાણ હટાવ શાખાના આસી. મેનેજર, ડી. એમ. ડોડીયાને રેસકોર્સ સંકુલના સ્પેશ્યલ ડયુટી ઓફીસર તથા એચ. ડી. લખતરીયાને સેક્રેટરી વિભાગમાં કામગીરી સોંપાઇઃ હુકમ કરતા પાની

રાજકોટ તા. રપ :.. મ્યુનિ. કોર્પોરેશનમાં દબાણ હટાવ શાખાના આસી. મેનેજર, વોર્ડ ઓફીસર, સેક્રેટરી વિભાગમાં ૬ અધિકારી-કર્મચારીઓની બદલીનો હુકમ મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની દ્વારા કરવામાં આવ્યો છે.

આ અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલ બદલીના હુકમોમાં જણાવ્યું છેકે, મહાનગરપાલિકા ના જુદા-જુદા વિભાગોમાં ફરજ બજાવતા અધિકારી/કર્મચારીઓની કામગીરીમાં વહીવટી સરળતા ખાતર ફેરફાર કરવાનો અને સંબંધિત અધિકારી/કર્મચારીઓને કામગીરી સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવે છે જેમાં તાંત્રિકી વિભાગના આસી. મેનેજર તરીકે ફરજ બજાવતા એચ.ડી. લખતરીયાને આ હુકમથી સેક્રેટરી વિભાગના આસી. સેક્રેટરી તરીકેની ઉપરોકત મુળ કામગીરી કરવાની ઓફિસર ઓન સ્પેશ્યલ ડયુટી (રેષકોર્ષ સંકુલ) તરીકેની કામગીરીમાંથી મુકત કરવા, તથા પાર્કિગ મેનેજમેન્ટ શાખાના આસી. મેનેજર તરીકે ફરજ બજાવતા ડી. એમ. ડોડીયાએ આ હુકમથી ઓફીસર ઓન સ્પેશ્યલ ડયુટી (રેસકોર્સ સંકુલ) તરીકેની વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) માં ટેકસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા બી. બી. જાડેજાને આ હુકમથી તેઓની ટેકસ ઇન્સ્પેકટર તરીકેની મુળ કામગીરી ઉપરાંત દબાણ હટાવ શાખાના આસી. મેનેજર તરીકે ચાર્જ સુપ્રત કરવામાં આવે છે.

વોર્ડ નંબર-૦૬ ના ટેકસ ઇન્સ્પેકટર   તરીકે ફરજ શ્રી હસમુખ કે. કાપડીયાને આ હુકમથી તેઓની મુળ કામગીરી ઉપરાંત વોર્ડ નં. ૬ ના વોર્ડ ઓફીસર તરીકેનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો છે.

(4:30 pm IST)