Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

મનીલેન્ડરીંગ આપઘાતની ફરજ પાડવાના ગુનામાં આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.૨૫: માલવીયાનગર પોલીસ સ્ટેશનના ચકચારી મની લેન્ડર્સ એકટ તથા ઇ.પી.કો કલમ-૩૦૬ વિગેરે ના કેસમાં આરોપી કાનાભાઇ ધનાભાઇ મૈયડ (આહીર) ના આગોતરા જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આ કામમાં પારૂલબેન બગથરીયાની ફરીયાદથી માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો.કલમ-૩૦૬,૩૮૬, ૧૧૪ તથા મીન લેન્ડર્સ એકટ-૨૦૧૧ની કલમ-૫, ૪૦,૪૨ મુજબ આ કામના આરોપી કાનાભાઇ ધનાભાઇ મૈયડ વિગેરે સામે ગુનો નોંધવામાં આવેલ હતો. આ કામના આરોપીઓ એ ફરીયાદીના પતિ અમિત ને ૧૦ ટકા, ૮ ટકા તેમજ ૫ ટકાના ઉચા વ્યાજ દરે અલગ-અલગ રકમ વ્યાજે આપી તે રકમના વ્યાજની સતત પઠાણી કરી સતત મોતનો ભય બતાવી બળજબરીથી કોરા ચેકમાં સાઇન કરવી તે ચેકોમાં આરોપીએ પોતાની મરજી મુજબની રકમ ભરી ફરીયાદીના પતિના એકાઉન્ટમાં નાંખી ચેક રીર્ટન કરાવી આ કામના આરોપીઓએ ફરીયાદીના પતિને વ્યાજના પૈસા બાબતે સતત ત્રાસ આપી મરવા ઉપર મજબુર કરતા આ કામના ફરીયાદીના પતિ આરોપીઓના ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી ઘઉંમાં નાંખવાના ટીકડા ખાઇ જતા સારવાર દરમ્યાન મરણ જતા આ કામના આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ગુન્હો કર્યા બાબતની ફરીયાદીએ ફરીયાદ આપેલ હતી જેથી આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે આ કામના આરોપી/અરજદાર કાનાભાઇ ધનાભાઇ મૈયડ (આહીર)ના આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવેલી છે.

આ કામમાં કાનાભાઇ ધનાભાઇ મૈયડ (આહીર) વતી રાજકોટના એડવોકેટ શ્રી રાકેશભાઇ ડી.દોશી, ગૌતમ એમ.ગાંધી, નામદાર ગુજરાત હાઇકોર્ટના વિધ્વાન એડવોકેટ શ્રી પ્રતિકભાઇ જસાણી રોકાયેલ હતા.(૯.૧૪)

 

(3:49 pm IST)