Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. રપ : ચેક રીર્ટનના કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

રાજકોટ શહેરના માસ ફાયનાન્સીયલ સર્વિસીઝ લી.ના ઓથો. દરરજજે ફરીયાદીએ ફરીયાદ દાખલ કરેલ હતી. જેમાં આરોપી રાકેશભાઇ બટુકભાઇ ગોંડલીયા રહે.સરીતા વિહાર સોસાયટી, યુનિ.રોડ, રાજકોટના એ માસ ફાયનાન્સીયલ સર્વિસીઝમાં પર્સનલ લોન લીધેલ હતી. જે લોન પરત ચુકવવા આરોપીએ તા.૩૧/૮/ર૦૧ર ના રોજ રૂ. ર૦,૦૭ર નો ચેક આપેલ હતો જે ચેક રીર્ટન થતા ફરીયાદી તરફથી નોટીસ આપવામાં આવેલ જે નોટીસ આરોપીને બજી જવા છતા રકમ ન ભરતા આરોપી વિરૂધ્ધ નેગોશીયેબલની સ્પે.કોર્ટમાં ચેક રીર્ટન અંગેનો ફોજદારી કેસ દાખલ કરેલ હતો.  આ કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલ હતો કે હાલનો ચેક કાયદેસરના બાકી લેણા પેટે આપવામાં આવેલ નથી. ફરીયાદી તરફથી લોન અંગેના કોઇ આધાર પુરાવા રજુ કરવામાં આવેલ નથી. અને હાલની જે ચેક રકમ બતાવવામાં આવેલ છે તેના કરતા વધારે રકમ આરોપીએ ફરીયાદી કંપનીને ચુકવી આપેલ છે ત્યારબાદ બાદ નામદાર વડી અદાલત અને નામદાર સૂપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી આરોપી તરફે તેમના વકીલ દ્વારા દલીલો તથા રજુઆતો કરવામાં આવેલ હતી અને તે મુજબ ફરીયાદી પોતાનો કેસ અન ેલોન અંગેનો વ્યવહાર સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોય, આરોપી પાસેથી ફરીયાદીને કોઇ રકમ લેવાની ન થતી હોય અને આરોપી સામે ખોટો કેસ કરેલ હોય તે તમામ રજુઆતો અને દલીલોને ધ્યાને રાખી રાજકોટના ચીફ જયુ. મેજી.શ્રી ઇ.એમ.શેખે આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી રાકેશભાઇ બટુકભાઇ ગોંડલીયા વતી વકીલ સંજયસિંહ આર. જાડેજા, રાજેશ એન.મંજુસા રોકાયેલ હતા.(૬.૨૧)

(3:48 pm IST)