Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

કોઠારીયા સોલવન્ટના સગર મહિલા મધુબેનનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૨૫: કોઠારીયા સોલવન્ટ કવાર્ટરમાં રહેતાં મધુબેન હસમુખભાઇ વિકાણી (ઉ.૫૦) નામના સગર મહિલા સાંજે ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. જીતુભાઇ ભમ્મરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના પતિ હસમુખભાઇ મુક-બધીર છે અને કારખાનામાં કામ કરે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:21 pm IST)