Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજકોટમાં ૫ બાળકો સહિત વધુ ૧૫ શંકાસ્પદ : સાંજે રીપોર્ટ આવશે

૨ મહિનાના બાળક, ૧II વર્ષના જોડિયા બાળકો, ૬ વર્ષના બાળક, ૨૧ વર્ષની મહિલા વગેરેનો સમાવેશઃ ૧ દર્દી ધોરાજી અને ૧ જસદણ પંથકનો : બાકીના ૧૩ રાજકોટ શહેરના, જેમાંના ૩ ખાનગી હોસ્પિટલમાં : નવા-જુના સહિત કુલ ૧૮ આઇસોલેશનમાં

રાજકોટ તા. ૨૫ : ગુજરાતમાં કોરોનાથી અસરગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટ મોખરે આવી રહ્યું છે. ગઇકાલે મોકલાયેલા ૧૦ સેમ્પલો પૈકી ૨ પોઝીટીવ આવતા રાજકોટમાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૩ થઇ ગઇ છે. ગઇકાલે સાંજથી આજે સવાર સુધીમાં વધુ ૧૫ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.

ગઇકાલે બે પોઝીટીવ કેસ સામે આવ્યા બાદ ગઇકાલ સાંજથી આજ સવાર સુધીમાં શંકાસ્પદ તરીકે ૧૫ કેસ ઉમેરાયા છે તે તમામના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ આજે સાંજ સુધીમાં આવી જશે તેમાં એક જસદણ અને એક ધોરાજી પંથકના દર્દી છે. બાકીના ૧૨ રાજકોટ શહેરના છે. તે તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. જે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે તેમાં ૨ માસનો એક છોકરો, ૧II વર્ષના જોડિયા છોકરો-છોકરી, ૬ વર્ષના એક છોકરો, ૪ વર્ષનો એક છોકરો, ૨૧ વર્ષની મહિલા, ૬૭ વર્ષના પુરૂષ વગેરેનો સમાવેશ થાય છે.

(10:54 am IST)