Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ત્રંબામાં વિજયભાઇ રૂપાણીની જાહેરસભા યોજાઇ

રાજકોટ : ત્રંબા ખાતે ગઇ કાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ચૂંટણી સભા સંબોધી હતી આ તકે રાજ્યમંત્રી જયેશભાઇ રાદડિયા, કુંવરજીભાઇ બાવળીયા, ડો.ભરતભાઇ બોધરા, નિતીનભાઇ ભારદ્વાજ, મનસુખભાઇ ખાચરીયા, રામભાઇ મોકરીયા, લાખાભાઇ સાગઠીયા, મોહનભાઇ કુંડારીયા, મનસુખભાઇ રામાણી, માધુભાઇ બાબરીયા, અરવિંદભાઇ તાળા, ભાવેશભાઇ ત્રાપસીયા, શ્રધ્ધાબેન ભરતભાઇ મકવાણા, કસ્તુરબાધામ ત્રંબા જીલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર ભુપતભાઇ બોદર, ગંગાબેન જેન્તીભાઇ બથવાર, મધુબેન વલ્લભભાઇ મકવાણા, દિલીપભાઇ પટેલ, ચેતનભાઇ રામાણી, નાગદાનભાઇ ચાવડા, બાબુભાઇ નસીત તથા જીલ્લા  પંચાયતના ૧૯ ગામોના સરપંચો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:59 pm IST)
  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST

  • દત્તક લીધેલા યુંઅવાકના લગ્નમાં ગાઝીપુર જશે રક્ષામંત્રી રાજનાથસિંહ : આશ્રમ પદ્ધતિ વિદ્યાલય વારાણસીમાં વિજેન્દ્રે ટોપ કર્યું હતું : રાજનાથસિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વારાણસી સ્થિત આશ્રમ પદ્ધતિ વિદ્યાલયના તત્કાલીન પ્રધાનાચાર્યને ફોન કરીને બે ગરીબ અને તેજસ્વી બાળકોને દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી :વિજેન્દરને દત્તક લઈને રાજનાથસિંહે અભ્યાસની જવાબદારી નિભાવી હતી access_time 1:23 am IST

  • પ્રયાગરાજમાં પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પોલીસે દોડાવી -દોડાવીને માર્યા : ધરણા સ્થળ છાવણીમાં તબદીલ :એકાદ ડઝન છાત્રોની અટકાયત :નોકરીની માંગ કરતા વિદ્યાર્થીઓને પોલીસે માર્યા :ખાલી પડેલા સેંકડો પદોપર ભરતીની માંગ સાથે વિધાર્થીઓ રસ્તા પર ઉતર્યા access_time 12:37 am IST