Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જૈન નગરસેવિકા ડો. દર્શિતાબેન શાહ તથા પ્રીતિબેન દોશીનું અભિવાદન : જાપનું સમાપન

રાજકોટ, તા. રપ :  જૈન સમાજના પનોતા પુત્ર રત્ન મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીનું આરોગ્ય અસ્વસ્થ થયાના સમાચાર મળતા જ તેઓ શીઘ્રાતિ શીઘ્ર સ્વસ્થતાને પુનઃૅંપ્રાપ્ત કરી નિરોગી દીર્ઘાયુ પામે તે હેતુથી વિવિધ જૈન ધમૅ સ્થાનકો ખાતે શ્રી નમસ્કાર મહા મંત્ર ના  અખંડ જાપનું જૈન વિઝન દ્રારા આયોજન કરવામાં આવેલ. આપણા સૌની શુભ ભાવના,દુઆ અને દવાના કારણે જીવદયા પ્રેમી વિજયભાઈ એકદમ સ્વસ્થ થઈ જતા જૈન વિઝન દ્રારા મણિયાર જિનાલય ખાતે આરતી તથા જાપ સમાપન કાયૅક્રમ યોજાઈ ગયો આ સાથે જૈન સમાજ દ્રારા તાજેતરમાં ચૂંટાયેલ બબ્બે જૈન કોર્પોરેટર મતિ ડૉ. દર્શિતાબેન શાહ તથા મતિ પ્રીતિબેન દોશીનુ જાજરમાન અભિવાદન કરવામાં આવેલ.અઢારે આલમના અગ્રણીઓએ સાંજે આરતીનો લાભ લીધેલ. આ અવસરે જૈન વિઝનના સંયોજક મિલનભાઈ કોઠારીએ પ્રાંસગિક રૂપરેખા આપી સૌને આવકારેલ. પરેશભાઈ ગજેરા,રમેશભાઈ ટીલાળા,યુસુફભાઈ જોહર કાડૅઝ,ચેતનભાઈ રામાણી જ્યોતિન્દ્રભાઈ મહેતા વગેરે અગ્રણીઓએ પ્રસંગોચિત વકતવ્ય આપેલ.પકંજભાઈ કોઠારીએ આભાર વ્યકત કરેલ.અમિનેષભાઈએ રૂપાણી પરિવારવતી સૌનું ઋણ સ્વીકાર કરેલ.સંચાલન નીતિનભાઈ મહેતાએ કરેલ.આયોજક ટીમના મિલન કોઠારી (જૈન વિઝન),ચંદ્રકાન્તભાઈ શેઠ,જયોતિન્દ્રભાઈ મહેતા,જીતેન્દ્રભાઈ દેસાઈ,પ્રવિણભાઈ કોઠારી,એડવોકેટ પંકજભાઈ કોઠારી,અમિનેષભાઈ રૂપાણી, એડવોકેટ અનિલભાઈ દેસાઈ,એડવોકેટ કમલેશભાઈ શાહ,ડોલરભાઈ કોઠારી,ભરતભાઈ દોશી,સુનીલભાઈ શાહ,જય ખારા,ધીરેન ભરવાડા મનોજભાઇ ડેલીવાળા વગેરેએ સાપ્તાહિક નવકાર જાપ કાયૅક્રમમાં જહેમત ઉઠાવેલ. પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજે પોતાના વકતવ્?યમાં જૈન સમાજની સરાહના કરી હતી.  મહા આરતીમાં  જ્યોતિન્દ્રભાઈ મહેતા સહકાર ભારતી અગ્રણી,  પરેશભાઇ ગજેરા પ્રમુખ બિલ્ડર એસોસિએશન, ચેતનભાઇ રામાણી ખેડુત આગેવાન,  રમેશભાઇ ટીલાળા પ્રમુખ શાપર વેરાવળ એસોશિયન   વી પી વૈષ્ણવ પ્રમુખ રાજકોટ ચેમ્બર કોમર્સ  ધનસુખભાઈ વોરા પ્રમુખ ગ્રેટર ચેમ્બર,  ડી કે કોઠારી અગ્રણી બિલ્ડર,  જયેશભાઇ શાહ સોનમ કલોક,  સુનિલભાઇ શાહ  શેર બ્રોકરે,  જીમીભાઈ અડવાણી પ્રમુખ ત્રિકોણબાગ કા રાજા,  યોગીનભાઈ છનિયારા પ્રમુખ ગુર્જર સુથાર,  રાજુભાઇ ઝૂંજા અને  લાલાભાઈ જોગરાણા માલધારી સમાજ, વિપુલભાઇ દોશી વિમલનાથ દેરાસર,  ભાગ્યેશ વોરા પ્રમુખ મોઢ વણિક સમાજ,  પ્રવીણભાઈ ચાવડા પ્રમુખ ફ્રિડમ ગ્રૂપ,  ડોલરભાઇ કોઠારી પ્રમુખ મનહરપ્લોટ ઉપાશ્રય,  યુસુફભાઈ વ્હોરા સમાજ,વિશ્વ હિન્દુ પરિષદ ના અગ્રણીઓ  શાંતનુંભાઇ રૂપારેલિયા,  કેતનભાઇ વસા અને  નિશીથભાઈ કાથિરિયા,  યોગેશભાઈ પૂજારા રઘુવીર સેના, કાઠી સમાજ ના  સુખાભાઇ વાળા અને  સત્યેન્દ્રભાઇ ખાચર,  અનુપમભાઇ દોશી વિવેકાનંદ યૂથ કલબ,  કરણી સેનાના ચદુભાઈ  પરમાર અને યોગીભાઈ  તલાટીયા, ક્ષત્રિય સમાજના  મયુરસિંહ જાડેજા અને  મયુરધ્વજસિંહ જાડેજા લોકકલ્યાણ કેન્દ્રના  કેતનભાઇ વખારીયા તથા  અજયભાઈ વસા, કિશોરભાઈ કોરડિયા પ્રમુખ કાચનું દેરાસર,ડૉ. પારશભાઈ શાહ, મતિ દર્શિતાબેન શાહ કોર્પોરેટર, મતિ પ્રીતિબેન દોશી કોર્પોરેટર,  નિલેષભાઇ કોઠારી જૈન અગ્રણી,  દર્શિતભાઈ જાની પ્રમુખ બ્રહ્મસમાજ, આ ઉપરાંત જૈન સોશિયલ ગ્રૂપ  યુવા ના  જયેશભાઇ વશા અને  રાજકોટ સેંટ્રલના  મનીષભાઈ મેહતા,  બી કે. શાહ,  ઉદયભાઈ દોશી,  ખાસ ઉપસ્થિત રહેલ  મણિયાર દેરાસરના  દિલીપભાઈ પારેખ  પંકજભાઇ કોઠારી,  અરુણભાઈ દોશી,  દિપકભાઇ મેહતા,  જીતુભાઈ ગાંધી,  આર.  ડી. શાહ,  સતીશભાઈ રામસિન્હા  પ્રવીણભાઈ ફોફરિયા,  કેતનભાઇ ગોસલિયા સહિતના આગેવાનો એ સુંદર વ્યવસ્થા કરેલ આ તકે રાજકોટ જૈન તપગચ્છ સંઘ સંચાલિત મણિયાર દેરાસર દ્વારા જીવદયામાં  રૂપિયા ૨૧૦૦૦, નું  અનુદાન જાહેર કરવામાં આવેલ જૈન વિઝન દ્વારા આ તકે  ઉપસ્થિત ભાવિકોને  થાબડી  પેંડા ની પ્રસાદી વિતરણ કરવામાં આવેલ હતી. અઢારે આલમનું સંકલન નિતીનભાઈ મહેતા તથા રાજીવભાઈ ઘેલાણી કરેલ હતું.

(3:14 pm IST)
  • કેરળ સરકારનો મોટો નિર્ણય : સબરીમાલા અને સીએએ વિરોધી સામેના કેસ પાછા ખેચશે : કોંગ્રેસ નેતૃત્વ વાળા યુડીએફએ સરકારના આ નિર્ણયને આવકાર્યો : જયારે ભાજપે ભગવાન અયપ્પાના ભક્તો વિરુદ્ધ કેસ દાખલ કરવા બદલ મુખ્યમંત્રી પાસે માફીની માંગ કરી access_time 12:40 am IST

  • દત્તક લીધેલા યુંઅવાકના લગ્નમાં ગાઝીપુર જશે રક્ષામંત્રી રાજનાથસિંહ : આશ્રમ પદ્ધતિ વિદ્યાલય વારાણસીમાં વિજેન્દ્રે ટોપ કર્યું હતું : રાજનાથસિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વારાણસી સ્થિત આશ્રમ પદ્ધતિ વિદ્યાલયના તત્કાલીન પ્રધાનાચાર્યને ફોન કરીને બે ગરીબ અને તેજસ્વી બાળકોને દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી :વિજેન્દરને દત્તક લઈને રાજનાથસિંહે અભ્યાસની જવાબદારી નિભાવી હતી access_time 1:23 am IST

  • શેરબજારમાં ટનાટન તેજીઃ નીફટી ૧પ૧પ૦ ઉપર : સેન્સેકસ પ૧રપ૦ ઉપર : શેર બજારમાં તેજીનો માહોલ ર.૩૦ કલાકે સેન્સેકસ ૪૮૮ પોઇન્ટ વધીને પ૧ર૭૦ અને નીફટી ૧૭પ પોઇન્ટ વધીને ૧પ૧પ૭ ઉપર ટ્રેડ કરે છે રિલાયન્સ ૪ ટકા ઉંચકાયો access_time 12:42 pm IST