Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ભા.જ.પ.નાં ભવ્ય વિજયથી વાલ્મિકી સમાજમાં આનંદોત્સવ

રાજકોટ : રાજ્યની છ મહાપાલિકાઓમાં ભા.જ.પ.નો ભવ્ય વિજય થતા રાજકોટ વાલ્મિકી સમાજમાં આનંદ -ઉલ્લાસ છવાયો છે. વોર્ડ નં. ૩માં વાલ્મિકી સમાજના બહુમતી મતોથી ભા.જ.પ.નાં તમામ ઉમેદવારો વિજેતા થયા છે. ત્યારે આ બાબતે વાલ્મિકી સમાજના આગેવાનોએ આનંદ વ્યકત કર્યો હતો. તે વખતની તસ્વીર. આ તકે વાલ્મિકી સમાજના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીશ્રી દિપકભાઇ જી. વાઘેલા, યતિનભાઇ વાઘેલા, કીરીટભાઇ વાઘેલા, પ્રવિણભાઇ સોઢા, અશ્વિનભાઇ પુરબીયા, પરિસતભાઇ ઝાલા, મુકેશભાઇ વાઘેલા, શૈલેષભાઇ બી. મકવાણા, રાજેશભાઇ વાઘેલા, નીતીનભાઇ વાઘેલા, દક્ષાબેન વાઘેલા, ખીમજીભાઇ જેઠવા, બાવનભાઇ ચુડાસમા, પ્રવિણભાઇ વાઘેલા -પટેલશ્ર મોચી બજાર, મુન્નાભાઇ વાઘેલા, પટેલશ્રી સ્લમ કવાર્ટર વિસ્તાર, દીલીપભાઇ વાઘેલા, સુખસાગર વિસ્તારના પ્રમુખ સહિતના આગેવાનશ્રીઓ તેમજ વોર્ડ નં. ૭ના વવાલ્મિકી સમાજના આગેવાનશ્રીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ શંકરભાઇ વાઘેલા રાજકોટ મ્યુ.કોર્પો. સફાઇ કામદર એસોસીએશનના મંત્રીશ્રી, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી સફાઇ કામદાર સેલના પૂર્વ પ્રમુખશ્રી શ્રવણભાઇ એમ. ચૌહાણ, ઠક્કરબાપા વિસ્તારના પટેલશ્રી હિરાભાઇ ધાવરી, ભરતભાઇ વાઘેલા, ગૌતમભાઇ ચૌહાણ, ચંદ્રેશભાઇ ચૌહાણ, અજયભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ ચૌહાણ, સંજયભાઇ ઝાલા, રસિકભાઇ પી. વાઘેલા, નરેશભાઇ આર. ચૌહાણ, તુલસીભાઇ બી. વાડોદરા, વોર્ડ નં.૨માં આવેલ અમરજીતનગર વિસ્તારના પટેલશ્રી ચેતનભાઇ ચૌહાણ, ચમનભાઇ એમ. સોલંકી સહિતના આગેવાનશ્રીઓની યાદી જણાવે છે કે, સમગ્ર ગુજરાતથી લઇને રાજકોટ શહેરનો બહુ જ વિકાસ થયેલ છે. તેને ધ્યાનમાં રાખીને છેવાડા માનવીઓ નાનામાં નાનો વાલ્મિકી સમાજનો ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ૧૯૯૫થી લઇ આજ દિવસ સુધી વિકાસ થયો છે.

(3:13 pm IST)