Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

શહેર કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પીટલ સેલના ચેરમેનપદે દિલીપસિંહ વાઢેર

રાજકોટ તા. રપઃ પ્રદેશ ફરીયાદ સેલ મહામંત્રી આશિષસિંહ વાઢેર, ડો. હેમાંગ વસાવડાની ભલામણથી પ્રદેશના હેલ્થ એન્ડ હોસ્પીટલ કમીટીના ભીખુભાઇ દવે એ રાજકોટ શહેરમાં ચેરમેન પદે દિલીપસિંહ વાઢેરની નિમણુંક કરેલ છે.

દિલીપસિંહ વાઢેર ઘણા સામાજીક સેવાકિય સંગઠનો સાથે પોતાની સેવાઓ આપી રહ્યા છે. તથા કારડીયા રાજપુત સમાજના કાર્યાલય મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે.

આ નિમણુંકને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, મહેશભાઇ રાજપુત, પ્રદીપ ત્રિવેદી, જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, ધમભા પરમાર, ઘનશ્યામ મકવાણા, દિલીપ ત્રિવેદી, હિમાલય રાજપુત, રોહીત રાજપુત, ભાર્ગવ પઢીયાર, ભાવેશ ખાચરીયા, ઠાકરશી ગજેરા, રામભાઇ ઝીલરીયા, મનસુખ કાલરીયા, મનીષાબા વાળા, ભાવીષાબા પરમાર, નરેશ સાગઠીયા, સંજય લાખાણી, જીજ્ઞેશ વાગડીયા, રાજદિપસિંહ જાડેજા, તથા એન.એસ.યુ.આઇ., યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, ફન્ટલ સેલ ચેરમેનો, વોર્ડ પ્રમુખો, શહેર આગેવાનો, કાર્યકર મિત્રોએ આવકારી શુભેચ્છા પાઠવી છે. દિલીપસિંહ વાઢેરનો મો. ૯૮૯૮૦ ર૧પ૮૧.

(2:50 pm IST)