Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવી

રાજકોટઃ આજે ૨૫મીએ રાષ્ટ્રી મતદાતા દિવસની ઉજવણી થતી હોઇ ડીજીપીશ્રી આશિષ ભાટીયાએ મુખ્ય પોલીસ મથક ખાતે રાજકોટ પોલીસને મતદારોએ લેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. જે આ મુજબ હતી-અમે ભારતના નાગરિકો, લોકશાહી તંત્રમાં  શ્રધ્ધા રાખીને પ્રતિજ્ઞા લઇએ છીએ કે અમે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુકત, ન્યાયી તેમજ શાંતિપુર્ણ ચુંટણીઓની ગરીમા જાળવીશું તેમજ દરેક ચુંટણીમાં નિર્ભયતાપુર્વક અને ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઇપણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવીત થયા સિવાય મતદાન કરીશું. (ફોટોઃ સદિપ બગથરીયા)

(2:51 pm IST)