Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

કોઠારીયા ગામ પાસે મકાનના બીમકોલમના ખાડામાં છૂપાવેલા દારૂની ૧૫૬ બોટલ સાથે રહીમ પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : રહીમે નવા બનતા મકાનના બીમ કોલમના ખાડામાં દારૂનો જથ્થો છૂપાવ્યો'તો : આંબેડકરનગરમાંથી મહેન્દ્ર દારૂની ૭૧ બોટલ સાથે ઝડપાયો

રાજકોટ તા. ૨૫ : શહેરના કોઠારીયા ગામ નજીક ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી નવા બનતા મકાનના બીમકોલમના ખાડામાં ઘટેલી દારૂની ૧૫૬ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કોઠારીયા ગામ નજીક મેલડી માતાના મંદિર પાસે ઇંટોના ભઠ્ઠાની બાજુમાં નવા બનતા મકાનમાં એક શખ્સે દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ. હિરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા અને સંજયભાઇ ચાવડાને બાતમી મળતા પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, હેડ કોન્સ. હિરેનભાઇ, હિરેનભાઇ ભગીરથસિંહ, સંજયભાઇ, મહેશભાઇ, દિપકભાઇ, યોગીરાજસિંહ, જયપાલસિંહ તથા કિરતસિંહ સહિતે કોઠારીયા ગામ ટાઇલ્સના કારખાના નજીક ઇંટોના ભઠ્ઠાની બાજુમાં દરોડો પાડી નવા બનતા મકાનમાં ખોદેલા પાયામાં દાટેલી રૂ. ૬૨,૪૦૦ની કિંમતની ૧૫૬ બોટલ દારૂ સાથે રહીમ બરકતઅલી કોરડીયા (ઉ.વ.૩૦) (રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી મેઇન રોડ રેડીયન્સ વ્યૂહ એપાર્ટમેન્ટમાં) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા દરોડામાં પી.એસ.આઇ. એમ.વી.રબારી, હેડ કોન્સ. પ્રભાતસિંહ, હરદેવસિંહ, જે.પી.મેવાડા, એભલભાઇ, શોકતખાન, જયેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ગોકુલધામ સોસાયટી મેઇન રોડ પર આંબેડકરનગર સોસાયટી શેરી નં. ૧૪માં દરોડો પાડી જુદી-જુદી બ્રાંડની દારૂની ૭૧ બોટલ સાથે મહેન્દ્ર દિનેશભાઇ રાખસીયા (ઉ.૨૪) (રહે. આંબેડકરનગર શેરી નં. ૧૪)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:24 pm IST)