Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

મોટામવા પાસેથી ત્રણ શખ્સો કારમાંથી છરી અને દારૂ પીધેલી હાલતમાં પકડાયા

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદની સુચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ જેવી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા તથા હેડ કોન્સ કલ્પેશભાઇ વિરેન્દ્રસિંહ, ભગીરથસિંહ, ચંદ્રરાજસિંહ, રાજવીરસિંહ, વિક્રમભાઇ, ઉમેશભાઇ, અરજણભાઇ, દિવ્યરાજસિંહ, મહેશભાઇ તથા દીપલબેન સહિત ર૬મી જાન્યુઆરી અંતર્ગત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ એન.ડી. ડામોર તથા એએસઆઇ હર્ષદસિંહને મળેલી બાતમીના આધારે મોટામવા સ્મશાન પાસેથી એક જીજે ૧ કેએમ -૪પપપ નંબરની વોકસવેગન પોલોકારને રોકી કાર ચાલક પાસે લાયસન્સ અને કારના કાગળો માંગતા ચાલક ભરત છગનભાઇ સાડમીયા (ઉ.૩પ) (રહે. તરઘડીયા)ને દારૂપી કાર હંકારતા અને તેમાં બેઠેલા ધીરૂ રૈયાભાઇ જખાણીયા (રહે. મોટામવા સ્મશાન સામે ઝુપડામાં) ને દારૂ પીધેલી હાલતમાં અને રામજી જગુભાઇ વાઘેલા (ઉ.૩૬) (રહે. કોઠારીયા ગુલાબનગર સ્વાતીનગર) પાસે છરી મળી આવતા ત્રણેયને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)