Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ગીતાંજલી પાર્કમાં આવારા તત્વોનો ત્રાસ : થાંભલાનો પોલ તોડી નાખ્યો

રાજકોટ : અહિંના આનંદનગર કોમ્યુનિટી હોલ નજીક આવેલ ગીતાંજલી પાર્કમાં ગઈરાત્રીના લુખ્ખા તત્વોએ દારૂ પી ધમાલ મચાવી હતી : કોમ્યુનિટી હોલ નજીક એક વીજ થાંભલાને પણ તોડી નાખી આતંક મચાવ્યા હોવાનું જાણવા મળે છે : આવારા તત્વોથી આસપાસના રહેવાસીઓ પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યાનું અને રાત્રીના સમયે પોલીસ પેટ્રોલીંગ ચાલુ કરવા માંગ ઉઠી છે

 

(3:42 pm IST)