Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

૨૧ વર્ષ પહેલા ભૂકંપ આવ્યો તે તારીખ અને તિથિનો કાલે પુનઃ મેળાપ

ભૂકંપ આવ્યો ત્યારે ૨૬ જાન્યુઆરી અને મહાસુદ બીજ હતી

પોરબંદર, તા. ૨૫ :. એકવીસ વર્ષ પહેલા સૌરાષ્ટ્ર-કચ્છને હચમચાવી નાખનાર ભૂકંપ આવ્યો તે તારીખ અને તિથિનો આવતીકાલે જોગાનુજોગ પુનઃ મેળાપ થઈ રહ્યો છે.

ભૂકંપ આવ્યો ત્યારે ૨૬મી જાન્યુઆરી અને મહાસુદ બીજ હતી તે તારીખ અને તિથિ આવતીકાલે બન્ને સાથે જોગાનુજોગ ફરી આવી રહ્યા છે. ૨૧ વર્ષ પહેલા ભૂકંપ આવ્યો તેના આગલા દિવસે તા. ૨૫મી જાન્યુઆરીએ પણ વાદળિયુ વાતાવરણ હતું.

(12:09 pm IST)