Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

આજે 'રંગ છે રાજકોટ' અને કાલે ધ્વજવંદનનાં કાર્યક્રમમાં ઉમટી પડજોઃ જીલ્લા કલેકટર રેમ્યા મોહનની અપીલ

રાજકોટઃ શહેરમાં રાજયકક્ષાનાં  પ્રજાસતાક પર્વની ઉજવણી હવે ચરમસીમા છે ત્યારે આજે જીલ્લા કલેકટર તંત્રએ આજે રાત્રે રેસકોર્ષનાં માધવરાય સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રંગારંગ કાર્યક્રમ 'રંગ છે રાજકોટ'નું ભવ્ય આયોજન કરાયું છે. તેવી જ રીતે આવતીકાલે સવારે રેસકોર્ષ મેદાનમાં ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. જેમાં પરેડ, મોટર બાઇક સ્ટંટ સહીતનાં અદભુત શો યોજાશે. જેમાં સૌ શહેરીજનોને બહોળી સંખ્યામાં ઉમટી પડી અને કાર્યક્રમોને માણવા કલેકટર રેમ્યા મોહન, એ.ડી.કલેકટરશ્રી, ડે.કલેકટરશ્રીએ હાર્દિક અપીલ કરી છે.

(11:29 am IST)