Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રીક્ષામાં મહિલા મુસાફરનું રોકડ અને મોબાઇલ સાથેનું પર્સ ચોરી કરનાર રવી ટેહલાણી પકડાયો

માલવીયાનગર પોલીસે રવીને બાલાજી હોલ પાસેથી દબોચ્યો

રાજકોટ :.. માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. કે. ઝાલા, હેડ કો. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, મહેશભાઇ, હિતેષભાઇ, સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કો. મહેશભાઇ અને રોહીતભાઇને મળેલી બાતમીના આધારે દોઢ સો ફુટ રોડ બાલાજી હોલ પાસેથી રવી ભગવાનદાસ ટેહલાણી (ઉ.ર૬) (રહે. આર. એમ. સી.) આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૪૦ કવાર્ટર નં. ૭૪૮ યુનિવર્સિટી રોડ) ને ચોરાઉ પર્સ સાથે પકડી લીધો હતો. ચાર દિવસ પહેલા રવીએ પોતાની જીજે-૩-બી ટી-૭૦૦૬ નંબરની રીક્ષામાં મહિલાને યાજ્ઞિક રોડ પરથી બેસાડી લક્ષ્મીનગર મેઇન રોડ પર ઉતારી દીધા હતા અન રસ્તામાં તેણે મહિલાની નજર ચૂકવી રૂ. ૧૬ હજાર રોકડા ૩૦ હજારનો મોબાઇલ ફોન સાથેનું પર્સ સેરવી લીધાનું જણાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

(3:53 pm IST)