Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

અવધૂત ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટીના

''અવધૂત ભવન''નું લોકાર્પણ અને એવોર્ડ વિતરણ ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાનાં હસ્તે સંપન્ન

રાજકોટ તા. ર૪: પ્રખર શિક્ષણવિદ અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. પ્રવીણભાઇ નિમાવતના માર્ગદર્શનમાં પારદર્શક વહીવટ અને સભાસદોની વિશ્વસનીયતાના પરિણામે શ્રી અવધૂત ક્રેડિટો કો. ઓપ. સોસાયટી લી. છેલ્લા પ વર્ષથી સતત પ્રગતિ સાધતી રહી છે અને સેવાકીય તેમજ સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન ધરાવતા સેવારત્નોને ''અવધૂત'' એવોર્ડ દ્વારા સન્માનીત કરી સમાજ પ્રત્યેનું આગવું ઋણ અદા કરે છે.

તા. ૧૧ ડિસેમ્બરના રોજ પ્રખર ભાગવતાચાર્ય પ. પૂ. રમેશભાઇ ઓઝા (ભાઇજી)ના વરદ હસ્તે સોસાયટીના નવનિર્મિત કાર્યાલય ''અવધૂત ભવન''નું લોકાર્પણ તેમજ સમાજના સેવારત્નોને ''અવધૂત એવોર્ડ'' વિતરણનો કાર્યક્રમ યોજાયેલ.

આ પ્રસંગે કોરોનાના કપરા સમયમાં ગુરૂદ્વારામાં લંગરની વિશિષ્ટ સેવા બદલ શ્રી હરીસીંગભાઇ સુતરીયા, ભારત વિકાસ પરિષદ-ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી પ્રફુલ્લભાઇ ગોસ્વામી, રકતદાનની અમુલ્ય સેવા બદલ શ્રી કિશોરભાઇ રાઠોડ, સિવિલ હોસ્પીટલમાં કોરોનાના અસંખ્ય દર્દીઓને નર્સ તરીકે વિશિષ્ટ સેવા બદલ શ્રી મીનાબેન રામાનુજ, યુવાનોનાં રાહબર એવા સ્પીપા-રાજકોટનાં ડાયરેકટર શ્રી શૈલેષભાઇ સગપરિયા તેમજ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ શ્રી માધવભાઇ દવેને પ. પૂ. રમેશભાઇ ઓઝાનાં વરદ હસ્તે ''અવધૂત એવોર્ડ'' પ્રદાન કરાયો હતો. આ પ્રસંગે રાજકોટનાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ, મારૂતિ કુરિયરનાં ચેરમેન શ્રી રામભાઇ મોકરીયા, રાજકોટ ડિસ્ટ્રિકટ રજીસ્ટ્રાર શ્રી તીર્થાણી સાહેબ તેમજ લીંબડી નિંબાર્ક પીઠનાં મહામંડલેશ્વર પ. પૂ. લલિતકિશોર શરણજી મહારાજ ઉપસ્થિત રહીને આશીર્વચન આપેલ.

(3:52 pm IST)