Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

મકરસંક્રાંતિ આવે છે...નિર્દોષ પક્ષીઓનો ભોગ ન લેવાય તેનુ ધ્યાન રાખજો

પ્રથમ તસ્વીરમાં મૃતક કબુતર તથા બીજી તસ્વીરમાં દોરાથી ઇજાગ્રસ્ત કબુતરને બચાવવાનું કાર્ય કરતા સેવાભાવીના હાથમાં કબુતર નજરે પડે છે.

રાજકોટ તા. ર૪ :.. મકર સંક્રાંતિ પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગ રસિયાઓ અત્યારથી જ પતંગ ચગાવવાની મજા લઇ રહ્યા છે.

પતંગના દોરામાં ફસાઇને અનેક પક્ષીઓ મોતને ભેટે છે. અથવા ઇજાગ્રસ્ત બની જાય છે. ત્યારે મકરસંક્રાંતિ પર્વમાં આપણા મનોરંજન માટે નિર્દોષ પક્ષીઓનું પણ ધ્યાન રાખવુ જરૂરી છે.

પતંગ રસિયઓ અત્યારથી જ પતંગ ઉડાડવા લાગ્યા છે અને પતંગના દોરોના ભોગ નિર્દોષ પક્ષીઓ પણ બની રહ્યા છે. જમાં એક કબુતરનું મોત પણ થયુ હતું. જયારે દોરામાં વિંટળાયેલા એક કબુતરને બચાવવા માટે સવાભાવીઓએ જહેમત ઉઠાવી હતી.

મકરસંક્રાંતિ પર્વમાં એકબીજાની પતંગ દોરાથી લંૂટવા માટે પાકા દોરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ દોરા ખુલ્લા આકાશમાં વિહરતા પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે.

ત્યારે લોકોએ અત્યારથી જ જાગૃત થઇને પક્ષીઓનાં હિત માટે પાકા દોરાનો ત્યાગ કરવો જોઇએ.

(3:51 pm IST)