Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

એઇમ્સના વધુ નવા પાંચ પ્લાન મંજુર કરતુ રૂડાઃ તમામ રેસીડન્સ કોમ્પલેક્ષ બનશે

રાજકોટ, તા., ૨૪: રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી રૂડાના સીઇઓ શ્રી ચેતન ગણાત્રાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રૂડા દ્વારા એઇમ્સ માટે કુલ ૧૯ પ્લાન મુકાયા છે. ૪ પહેલા મંજુર કરાયા હતા. આજે વધુ નવા પ પ્લાન મંજુર કરી દેવાયા છે. જો કે ફી હજુ તમામની ભરવાની બાકી છે.

આ પ નવા પ્લાનમાં શેલ્ટર હાઉસ, સ્ટાફ કવાટર્સ, નર્સીગ માટેના કોમ્પલેક્ષ સહીત તમામ કોવીડન્સ કોમ્પ્લેક્ષના પ્લાન મુકાયા હતા. જે મંજુર કરી દેવાયા છે.

(3:27 pm IST)