Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

હમ નહિં સુધરેંગે... આજે ૧૪૯ લોકો માસ્ક વિના દંડાયા

સફાઇ કામગીરીમાં બેદરકારી બદલ કોન્ટા્રકટના બે સફાઇ કર્મચારીઓ છુટા કર્યા

રાજકોટ,તા. ૨૪: સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ સામાજિક અંતર રાખવું,માસ્કપહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાતમાસ્કઅંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે,માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. દરમ્યાન આજે ૨૪ના રોજ શહેરના વિવિધ સ્થળોએ મહાનગરપાલિકા દ્વારા માસ્ક નહી પહેરતા લોકો સામે ડ્રાઈવ કરવામાં આવી હતી, જે અંતર્ગત માસ્ક નહી પહેરનારા ૧૪૯ લોકો પાસેથી ૧,૪૯,૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ સફાઈ કામગીરીમાં બેદરકારી બદલ કોન્ટ્રાકટના બે સફાઈ કર્મચારીને ફરજ પરથી છુટા કરવામાં આવ્યા હતા.

ઘરની બહાર નીકળવાનું ટાળો, અને બહુ જ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મ્હો અને નાક ઢંકાઈ તેમાસ્કપહેરવું. વારંવાર સાબુથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, પોતે કોરોનાથી બચશે તો અન્ય અને પોતાના પરિવારને કોરોનાથી બચાવી શકાશે

વોર્ડ નં ૯ લલીતાબેન ગૌતમભાઈ વાળોદરા જે પી.જે. રાઠોડ કોન્ટ્રાકટના સફાઈ કામદાર રૈયા રોડ પર સફાઈ બીટ ફાળવવામાં આવેલ પરંતુ તેમના દ્વારા સફાઈ અધુરી કરેલ હોય અને વોર્ડ નં ૪ પુજાબેન સાગરભાઈ પરમાર જે પી.જે. રાઠોડ કોન્ટ્રાકટના સફાઈ કામદાર ગુરૂદેવ ગાર્ડન રોડ, એલ.પી પાર્ક પાછળ સફાઈ બીટ ફાળવવામાં આવેલ પરંતુ તેમના દ્વારા સફાઈ અધુરી કરેલ હોય આ બને કર્મચારીને તાત્કાલિક અસરથી ફરજ પરથી છુટા કરેલ છે.

ઉપરોકત કામગીરી નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ તથા જગ્યા રોકાણ શાખા દ્વારા કરવામાં આવી હતી. (૨૨.૪૬)

માસ્કના દંડની વિગત

ઝોન               આસામી  દંડની રકમ

ઇસ્ટ ઝોન          ૧૩       ૧૩,૦૦૦/-

વેસ્ટ ઝોન          ૧૪       ૧૪,૦૦૦/-

સેન્ટ્રલ ઝોન        ૩૪       ૩૪,૦૦૦/-

જગ્યારોકાણ શાખા  ૮૮       ૮૮,૦૦૦/-

ટોટલ              ૧૪૯     ૧,૪૯,૦૦૦/-

(3:27 pm IST)