Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી માટે ૭૦૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો બંદોબસ્ત

જોઇન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, ૮-એસીપી, ૮-પીઆઇ, ૫૫-પીએસઆઇ, ૪૧૮-પોલીસ કર્મચારીઓ, ૧૫-એસઆરપી, ૧૭૮-ટીઆરબી ઉપરાંત હોર્સ અને ડોગ સ્કવોડ પણ તૈનાતઃ એરપોર્ટ ખાતે રિહર્સલ કરાયું

તસ્વીરમાં એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીના આગમનને પગલે શહેર પોલીસે એરપોર્ટ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એ પહેલા આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી, પીઆઇ, ડોગ સ્કવોડ, બોમ્બ સ્કવોડ સહિતની ટીમો જોડાઇ હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૪: આવતીકાલે ૨૫મીએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી દિલ્હીથી દિવ જવાના હોઇ અને વચ્ચે રાજકોટ એરપોર્ટ ખાતે હોલ્ટ થવાના હોઇ તેમના આ ટુંકા રોકાણ માટે શહેર પોલીસ દ્વારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ મળી ૭૦૦ના કાફલાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે રાષ્ટ્રપતિના રાજકોટ એરપોર્ટ ખાતેના રોકાણ માટે પ્રોટોકોલ પ્રમાણેના સંપુર્ણ બંદોબસ્તની ગોઠવણ કરી છે. જોઇન્ટ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ ૮-એસીપી, ૮-પીઆઇ, ૫૫-પીએસઆઇ, ૪૧૮-એએસઆઇ-હેડકોન્સ્ટેબલ-કોન્સ્ટેબલ તેમજ ૧૫-એસઆરપી અને ૧૭૮-ટીઆરબી જવાન મળી સાતસોનો કાફલો તેૈનાત રહેશે. સુરક્ષાને ધ્યાને લઇ એરપોર્ટ ખાતેના પ્રવેશ દ્વાર અને બહાર નીકળવના દ્વાર પર તેમજ અંદરના ભાગે બંદોબસ્ત ગોઠવાશે. તમામ સ્ટાફને પાસ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આમ શહેર પોલીસે સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.

પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો પોતાની સાથે ૬૦ હેન્ડસેટ, ૧૪-હેન્ડ હેલ્ડ મેટલ ડિટેકટર, ૦૨-ડોરફ્રેમ મેટલ ડિટેકટર, ૦૬-બેટરી, ૩૧-બાયનોકયુલર, ૩૪-વાહનો, ૦૨ વિડીયો કેમેરા મળી કુલ ૪૧૯ સાધન સામગ્રીનો ઉપયોગ કરશે. આજે સવારે શહેરના એરપોર્ટ ખાતે પોલીસ અધિકારીઓએ કર્મચારીઓને સાથે રાખી રિહર્સલ કર્યુ હતું.

(3:23 pm IST)