Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ઇન્ડેક્ષ-સી રાજકોટમાં કાયમી માટે હસ્તકલા- હસ્તવણાંક- હેન્ડલૂમ માટે મોટો ડોમ ઉભો કરશેઃ ૧૦ કરોડનો પ્રોજેકટઃ કલેકટરે ૯૦૦૦ ચો.મી. જગ્યા ફાળવી

યુનિ.ના દરવાજા પાસે કાર્યવાહીઃ સીસી ટીવી કેમેરા સહિત ર૪ કલાક સિકયુરીટીની પણ ખાસ વ્યવસ્થા : સૌરાષ્ટ્ર-કચ્છનો સૌથી મોટો પ્રોજેકટઃ કારીગરોને રહેવા માટે વ્યવસ્થાઃ ડેમોસ્ટ્રેશન સાથે વેચાણની પણ વ્યવસ્થા

રાજકોટ તા. ર૪ :.. આજ કલેકટર રજા ઉપર હોય, એડીશ્નલ કલેકટરે શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે ઇન્ડેક્ષ-સી આગામી દિવસોમાં યુનિ. પાસેના મુખ્ય ગેઇટ નજીક સરકારી જમીનમાં કાયમી માટે હસ્તકલા હસ્ત વણાંક, હેન્ડલૂમ, ફર્નીચર વિગેરે હાથ બનાવટની તમામ અદ્ભુત આઇટમો માટે ખાસ ૯ હજાર ચો. મી. સરકારી જગ્યા ઉપર મહત્વનો ડોમ પ્રોજેકટ  ઉભો કરશે, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હસ્તકલા કારીગરો માટે આ અત્યંત મહત્વનું એવુ પ્લેટફોર્મ બની રહેશે.

તેમણે જણાવેલકે અંદાજ ૧૦ કરોડના પ્રોજેકટમાં કોઇપણ કારીગર પોતાની ચીજ વસ્તુ પ્રદર્શિત કરી શકશે, અને વેચાણ કરી શકશે, તેમજ આ મહત્વના ડોમ પ્રોજેટમાં  કારીગરો પોતાના પરિવાર સાથે રહી શકશે.

શ્રી પંડયાએ જણાવેલ કે ઇન્ડેક્ષ-સીને આ જમીન એકપણ રૂપિયો  લીધો વિના કલેકટર તંત્રે ટ્રાન્સફર કરી અપાઇ છે,  આ બજેટમાં પણ આ પ્રોજેકટ લેવાઇ રહ્યો છે, આ માટે ઇન્ડેક્ષ-સીએ સરકારમાં દરખાસ્ત કરી દીધી છે.

તેમજ આ પ્રોજેકટ શરૂ થયે સીસી ટીવી કેમેરા અને ર૪ કલાક સિકયુરીટીની પણ ખાસ વ્યવસ્થા રહેશે તેમ ઉમેરાયું હતું. (પ-ર૦)

ર૦૧૮ નો હાથશાળ-હસ્તકલા એવોર્ડ વીરપુરના અમીત સોલંકીને જાહેરઃ કાલે ધ્રોલમાં અપાશે

રાજકોટ તા. ર૪ :.. રાજય સરકારે ર૦૧૮ નો હાથશાળ-હસ્તકલા એવોર્ડ જેતપુર તાલુકાના વીરપુરના અમીત અશોકભાઇ સોલંકીને જાહેર કર્યો છેક આ એવોર્ડ ઇન્ડેક્ષ-સી તરફથી આવતીકાલે ધ્રોલ ખાતે સુશાસન યોજના કાર્યક્રમમાં અમીતભાઇને આગેવાનો દ્વારા અપાશે, શ્રી અમીતભાઇ શંખની તમામ આઇટમો બનાવ છે. અદ્ભુત કલા-કોતરણી કામ છે, તેમને કાલે ૧ લાખનો ચેક, નામપત્ર તથા શાલ ઓઢાડી સન્માન કરાશે.

(3:21 pm IST)