Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

બાબરીયા કવાર્ટર અને કોઠારીયા સોલવન્ટમાં જુગારના બે દરોડામાં ૯ પત્તાપ્રેમીઓ પકડાયા

ભકિતનગર અને આજીડેમ પોલીસનો દરોડો : વરલી ફીચરનો જુગાર રમાડતો અશરફ ઝડપાયો

રાજકોટ, તા. ર૪ : બાબરીયા કોલોની આવાસ યોજનાના કવાર્ટર પાસેથી ભકિતનગર પોલીસે પાંચ અને કોઠારીયા સોલવન્ટ પાસેથી આજીડેમ પોલીસે ચાર શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બાબરીયા કોલોની આવાસ યોજના કવાર્ટર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી ગૌસ્વામી, સલીમભાઇ મકરાણી, દિવ્યરાજસિંહ ઝાલા, ભાવેશભાઇ મકવાણા, મનીષભાઇ શીરોડીયા અને હિતેન્દ્રસિંહ ઝાલા સહિતે બાબરીયા કોલોની આવાસ યોજનાના કવાર્ટરની દિવાલ પાસે દરોડો પાડી જુગાર-રમતા બાબરીયા કોલોની શેરી નં. ૪ના યુવરાજસિંહ હનુભા ચુડાસમા (ઉ.વ.ર૯) ભરતનગર સોસાયટી શેરી નં.રના ઇકબાલ નુરમહંમદભાઇ મોદી (ઉ.વ.૪૪), મોરારીનગર શેરી નં.પ ના સાજીદ ઉર્ફે ગુલમહંમદ  હુસેનભાઇ ગંભીર (ઉ.વ.૩પ), કોઠારીયા સોલવન્ટ સીંગલીયા કવાર્ટર નં. ૩૦૭ના કલ્પેશ રમેશભાઇ ગણાત્રા (ઉ.વ.૩પ) અને બાબરીયા આર.એમ. સી. કવાર્ટર નં. ૧૧/પ૮રના પુજાબેન નવીનભાઇ ધામેલીયા (ઉ.વ.૩૮) ને પકડી લઇ રૂ. ૧૦,૦૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં આજી ડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમ. ઝાલા ,હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ ઝાલા, શૈલેષભાઇને ચડા, કુલદદીપસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ભીખુભાઇ મૈયડ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. શૈલેષ્     ાભાઇ ગઢવીને મળેલી બાતમીના આધારે કોઠારીયા સોલવન્ટ હુસેની ચોક પાસે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડના કવાર્ટર નં. રપ૧ના હિરેન કેશરીસિંહ હેરમા, નારાયણનગર શેરી નં. ૪/પના પ્રેમજીભાઇ વેલજીભાઇ બારૈયા, કોઠારીયા, સોલવન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં. ૧૦૦પના ફીરોઝ અબ્દુલભાઇ પઢીયાર અને હરીદ્વારા સોસાયટી ૧ શેરી નં. ૩ના ધર્મેશ બીપીનભાઇ પરમારને પકડી લઇ રૂ. ૧૦,૧પ૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. (૯.

વરલીના આંકડા લેતો  અશરફ પકડાયો

થોરાળા પોલીસ મથકના કોન્સ. દિવ્યેશભાઇ ઉપરા તથા નરસંગભાઇ ગઢવીને મળેલી બાતમીના આધારે પીએસઆઇ જી.એસ. ગઢવી સહિતના સ્ટાફે દુધસાગર રોડ પર વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા અશરફ કાસમભાઇ પઠાણ (ઉ.વ.૩૮) (રહે. દૂધસાગર રોડ, મનહર પર શેરી નં.૮) ને પકડી લીધો હતો.

(3:21 pm IST)