Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

સરકારની સુશાસન યોજનાઃ કાલે ૮૯૦ લાભાર્થીને સંચા- વાણંદ- પ્લમ્બીંગ- પાપડ- વેલ્ડીંગ- સેન્ટીંગ કીટ અપાશે

સરકારની ગ્રીમકો કંપનીએ કીટ મોકલીઃ દરેક તાલુકા મથકે કાર્યક્રમો

રાજકોટ તા. ર૪: ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીના જન્મદિન સંદર્ભે દેશભરમાં સુશાસન દિવસ અંતર્ગત રાજકોટ જીલ્લામાં તમામ ૧૦ તાલુકામાં કુલ ૮૯૦ લાભાર્થીને રોકડ સહાય, વિવિધ પ્રકારની કીટ અપાશે. આ માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધીકારીશ્રી મોરી તથા અન્યો કાર્યવાહી કરી રહ્યા છે.

એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, અપાનાર તમામ કીટ સરકારની ગ્રીમકો કંપનીએ મોકલી આપી છે, આ કીટમાં ૩પ૩-ખેડૂતો, વિકસતી જાતિના-૩૭૪, અનુસુચિત જાતીના-૧૬૩ લાભાર્થી છે. જેમાં દૂધ-દહીંના કેરેટ-વાસણો, ભરત કામના સંચા, વાણંદ માટેની કીટ, પ્લમ્બીંગ કામ માટેની કીટ, પાપડ બનાવવાના મશીનો, વેલ્ડીંગ-સેન્ટ્રીંગ-દરજી કામ-ભરત કામ-મસાલા મીલ વિગેરે માટેની કીટો તમામ તાલુકામાં અપાશે.

(3:19 pm IST)