Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી વ્યવસ્થા અંતર્ગત મહાનગર ઈન્ચાર્જ તરીકે દેવાંગ માંકડ, જીતુ કોઠારી અને કિશોર રાઠોડને જવાબદારી

શહેર ભાજપ દ્વારા મહાનગર વોર્ડના પ્રભારીઓની વરણી કરતા કમલેશ મિરાણી : શહેરના તમામ વોર્ડના પ્રભારીઓ અને વોર્ડ ચૂંટણી ઈન્ચાર્જોની પણ વરણી

રાજકોટ,તા.૨૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં સંગઠનપર્વ અંતર્ગત વિવિધ સંગઠનોની જાહેરાત કરવામાં આવી છે. તે અંતર્ગત પ્રદેશ ભાજપ અગ્રણીઓ સાથે વિચાર- વિમર્શ કર્યા બાદ રાજકોટ મહાનગરના તમામ વોર્ડના નવનિયુકત પ્રભારીઓની વરણી કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનાર રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી યોજાનાર છે.

ત્યારે પ્રદેશ ભાજપની યોજના અનુસાર રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી વ્યવસ્થા અંતર્ગત શહેરના ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની વરણી કરવામાં આવેલ છે, તેમજ રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી વ્યવસ્થા અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં ઈન્ચાર્જની નિયુકિત કરવામાં આવી હોવાનું હરેશ જોશીએ જણાવ્યું હતું. (૩૦.૪)

મહાનગર દ્વારા નિયુકત મહાનગરના ઈન્ચાર્જો

નામ            સંપર્ક નંબર

દેવાંગભાઈ માંકડ       ૯૮૨૪૪૦ ૭૮૩૯

જીતુભાઈ કોઠારી        ૯૮૨૫૦ ૭૬૩૧૬

કિશોરભાઈ રાઠોડ       ૯૮૨૪૨ ૯૧૬૯૬

 

(2:37 pm IST)