Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

આવતીકાલે અટલજીનો જન્મદિવસ

અટલજી સાથેના વિષ્ણુભાઈના સંભારણા

વાજપાયીજી ઉપર લખેલું પુસ્તક થોડા દિવસોમાં જ પ્રકાશીત થશેઃ, જેમાં નરેન્દ્રભાઈ મોદીએ તેમને પ્રભાવી કલમ સાથે યાદ કર્યા છે

કાલે ૨૫ ડિસેમ્બર, કવિ- રાજપુરૂષ અટલ બિહારી વાજપાયીનો જન્મદિવસ. યોગાનુયોગ અટલજી ઉપર મારા પુસ્તકની સ્ક્રીપ્ટ તૈયાર થઈ ગઈ અને થોડા દિવસોમાં જ પ્રકાશિત થશે. પૂર્વ પ્રધાન મંત્રીના અનુગામી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએે આ પુસ્તકના પ્રારંભમાં વાજપાયીજીને પ્રભાવી કલમ સાથે યાદ કર્યા છે અને જવાહરલાલ નહેરૂ યુનિવર્સીટીમાં વૈશ્વિક રાજનીતિ પ્રવાહ વિભાગના અધ્યક્ષ ડો.અંજુ જોષીની પ્રસ્તાવના છે. અટલજીના જીવન, લેખકના રૂપમાં સંસ્મરણ, પત્રાચાર, તેની કવિતાઓ, તેમના સ્મરણીય સંસદના ભાષણ આ ગ્રંથમાં સમાવિષ્ટ છે. ડિવાઈન પ્રકાશન આ ગ્રંથ પ્રકાશીત કરી રહ્યું છે. મારા માટે તો એક વરિષ્ઠ પ્રેરક સ્વજનને અર્પણ તર્પણનો અવસર રહ્યો.(૩૦.૬)

શ્રી વિષ્ણુભાઈ પંડયા

મો.૯૮૨૪૫ ૪૬૪૩૮, ૯૪૨૭૮ ૦૪૭૨૨

(સોશ્યલ મિડીયા ઉપરની પોસ્ટ સાભાર)

(2:37 pm IST)