Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

બિસ્ટોલ ન આપતા દુકાનદાર હરેશ ઝાપડા ઉપર બે શખ્સોનો પાઇપથી હુમલો

પુરન ઠાકુર અને રૂપેશ પાસવાન સામે ફરિયાદ : મેટોડા જીઆઇડીસીમાં બનાવ

રાજકોટ તા. ૨૪ : લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં બિસ્ટોલ ન આપતા દુકાનદાર ઉપર બે શખ્સોએ પાઇપથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ લોધીકાના વાગુદડ ગામે રહેતા અને મેટોડા જીઆઇડીસીમાં શ્રી રામ હોસ્પિટલ પાસે પાનની દુકાન ધરાવતા હરેશભાઇ ઘુસાભાઇ ઝાપડાએ દુકાન બંધ હોય બિસ્ટોલ આપવાની ના પાડતા પુરન ઠાકુર તથા રૂપેશ પાસવાન રે. બંને મેટોડા જીઆઇડીસીએ લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા કરતા હરેશભાઇને સારવાર અર્થે મેટોડા ઁ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉકત બંને શખ્સોએ ચા ની હોટેલે ચા પીધા બાદ બાજુમાં આવેલ પાનના દુકાનદાર હરેશભાઇ પાસે બિસ્ટોલ માંગી હતી પણ દુકાન બંધ હોય બિસ્ટોલ આપવાની ના પાડતા ઉકત બંને શખ્સો ઝઘડો કરી ચાલ્યા ગયા હતા. બાદમાં રાત્રીના બંનેએ આવી હોટેલ પાસે સૂતેલા દુકાનદાર હરેશભાઇ ઉપર પાઇપથી હુમલો કર્યો હતો. આ અંગે ઉકત બંને શખ્સો સામે ફરિયાદ થતા એ.એસ.આઇ. હરદીપસિંહ જાડેજાએ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(2:38 pm IST)