Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

દેવપરા વિસ્તારમાં ભાભીની છરીના ઘા મારી હત્યા કરવા અંગે દિયરની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૪: મિલ્કતની તકરારમાં ભાભીની હત્યા કરનાર દેરની જામીન અરજી સેસન્સ અદાલતે રદ કરી હતી.

ગત તા. ૭-૧૦-૧૯ના રોજ દેવપરા સોસાયટી શેરી નં. ૩ ના છેડે રોડ ઉપર મિલ્કતની તકરારમાં આરોપી ચમનભાઇ કડવાભાઇ સરધારા એ તેમની ભાભી ભારતીબેન ઉમેશભાઇ સરધારાની છરીના ઉપરા ઉપરી અનેક ઘા મારી હત્યા નિપજાવી દીધેલ આરોપી ચમનભાઇ સરધારા અને મરણ જનાર ભારતીબેન સગા દેર-ભાભી થતા હતા તે બનાવની ફરિયાદ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ.

જેલમાં રહેલ આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપીએ તેમના સગા ભાભીની હત્યા નિપજાવી નાખેલ છે અને આવા ઝનુની વ્યકિતને જામીન આપવા જોઇએ નહિં અને આવા આરોપી સમાજમાં એક ખતરા સમાન છે તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી આર. એમ. શર્માએ આરોપીની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(2:33 pm IST)