Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

વિદેશી દારૂના જથ્થાના કામે કબજે લેવાયેલ

ભારત બેન્જ ટેમ્પો મુળ માલીકને પરત સોંપવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૪: રાજકોટના આજી જી.આઇ.ડી.સી.માં તા. ૧પ-૩-ર૦ર૦ના રોજ એસ.ઓ.જી. રાજકોટના પોલીસ અમલદારોને માહિતી મુજબ પટેલ રોડલાઇન્સનો ભારત બેન્ઝ ટ્રક રજી. નં. જીજે-૦૩ એ ઝેડ પ૧૩૧ માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી.ના સ્ટાફે રેડ કરી ઇંગ્લિશ દારૂની બોટલો કુલ નંગ ર૩ર તથા ભારત બેન્ઝનો ટેમ્પો મુદામાલ અંગે જપ્ત કરતાં તા. ૧પ/૦૩/ર૦ર૦ના રોજ ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા એફ.આઇ.આર. નં. ૧૧ર૦૮૦પપર૦૦૦૬૦ થી સેકશન ૬પ(ઇ), ૧૧૬(બી), ૯૮(ર) મુજબનો ગુનો દાખલ કરી સદરહું ટેમ્પો તથા ડ્રાઇવરની ધરપકડ કરેલ હતી. જે બાબતે સદરહું ભારત બેન્ઝ ટેમ્પોના મુળ માલિક પટેલ રોડલાઇન્સના માલિક હસમુખભાઇ ભીમજીભાઇ ખુંટ દ્વારા સદરહું મુદામાલ પરત મેળવવાની અરજી નામદાર ગુજરાત હાઇકોર્ટમાં કરેલ હતી.

આ કામે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સદરહું મુદામાલ ભારતબેન્ઝ ટેમ્પોના મૂળ માલીકને રૂ. ૬,૦૦,૦૦૦/- અંકે છ લાખની સોલવંસીના જામીન ઉપર મુદામાલ પરત સોંપી આપવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર તરફે રાજકોટના ધારાશાસ્ત્રી કિશન ડી. મીઠાપરા તથા મોનિકા બી. મોલિયા રોકાયેલ હતા તથા ગુજરાત હાઇકોર્ટમાં ખીલન એસ. ચાંદરાણી રોકાયેલ હતા.

(2:32 pm IST)