Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

કાલે વાજપેયીજીના જન્મદિન સંદર્ભે રાજકોટ જિલ્લાના ૧૦ તાલુકામાં સુશાસન દિવસની ઉજવણી : કિટ વિતરણ

ડી.કે.સખીયા - ભાનુબેન બાબરીયા - ધારાસભ્ય ગીતાબા જાડેજા - અરવિંદ રૈયાણી સહિતના આગેવાનો હાજરી આપશે : ૧૨ હજારથી વધુ ખેડૂતોને 'સાત પગલા ખેડૂત કલ્યાણ' યોજનાના વિવિધ લાભો - રોકડ સહાય

રાજકોટ તા. ૨૪ : રાજકોટ જિલ્લાના દસ તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૨૫ ડિસેમ્બરના રોજ સવારે ૧૧.૦૦ થી બપોરના ૧.૩૦વાગ્યા સુધી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવશે.

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી બાજપેઈ ના જન્મદિવસ નિમિત્તે ૨૫ડિસેમ્બરે સમગ્ર દેશમાં દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ઙ્કસાત પગલા ખેડૂત કલ્યાણઙ્ખ યોજનાના વિવિધ લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામાં આવશે.રાજકોટ જિલ્લામાં કુલ ૧૨ હજાર ખેડૂતો અને અન્યોને રોકડ સહાય કીટ વિતરણ થશે.

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલ,વિછીયા તાલુકામાં રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી ડી.કે. સખિયા,કોટડાસાંગાણી તાલુકામાં પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા,ગોંડલ તાલુકામાં ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા,રાજકોટ તાલુકામાં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી,પડધરી તાલુકામાં સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા,લોધીકા તાલુકામાં ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા,જામકંડોરણા તાલુકામાં રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલીયા,જેતપુર તાલુકામાં સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક,અને ધોરાજી તાલુકામાં પૂર્વ મંત્રી શ્રીમતી જશુબેન કોરાટ સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

(11:30 am IST)