Gujarati News

Gujarati News

News of Thursday, 24th December 2020

ત્રંબા પાસે બાઇક અથડાતાં એમપીના પ્રતાપ મેડાનું મોત

પાંચ દિવસની સારવાર બાદ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૪: ત્રંબાની સીમમાં કનૈયાલાલ બારસીયાની વાડીમાં રહી મજૂરી કરતો મુળ એમપીનો યુવાન પ્રતાપ દાલસિંગ મેડા (ઉ.વ.૨૬) ૧૯મીએ સાંજે સાડા છએક વાગ્યે વાડીએથી ગામમાં કોઇ ચીજવસ્તુ લઇને બાઇક પર પરત આવી રહ્યો હતો ત્યારે આર. કે. યુનિવર્સિટી પાસે બીજા બાઇક સાથે અકસ્માત સર્જાતા પ્રતાપને અને સામેના બાઇકચાલકને ઇજાઓ થઇ હતી.

પ્રતાપ ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ હતો. તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:16 am IST)