Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સાધુ જેવા અજાણ્યા વૃધ્ધનું કુવાડવા પાસે 'હિટ એન્ડ રન'માંં મોત

રાજકોટ તા. ર૪ :.. કુવાડવા ગામ નજીક અજાણ્યા વાહનના ચાલકે સાધુ જેવા દેખાતા અજાણ્યા વૃધ્ધનું મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ કુવાડવા ગામ નજીક હાઇવે પર રાધે હોટલની સામે એક ૬૦ વર્ષનો અજાણ્યો વૃધ્ધ  ઇજાગ્રસ્ત હાલતમાં પડયો હોવાની જાણ  કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના પીએસઆઇ બી. પી. મેધલાતરે સ્થળ પર પહોંચી વૃધ્ધના વાલી વારસની શોધખોળ આદરી છે. અજાણ્યા વૃધ્ધે સાધુ પહેરે તેવા કેસરી કપડા પહેરેલ છે. તેની પાસેથી એક કપડા ભરેલો થેલો મળી આવ્યો હતો. કોઇ અજાણ્યા વાહનનો ચાલક વૃધ્ધને હડફેટે લઇ ભાગી ગયો હોવાનુંં પોલીસની તપાસમાં ખુલ્યુ છે. જો કોઇ આ વૃધ્ધના સગા-સંબંધી હોઇ તો કુવાડવા પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧ ર૭૦૪૪૩ર ઉપર સંપર્ક કરવા જણવાયુ છે.

(4:33 pm IST)