Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

૧ર રાજમાર્ગોને દબાણ મુકત કરવા પદાધિકારીઓની પદયાત્રાનો પ્રારંભ

આજે સવારે મેયર બીનાબેન આચાર્ય- મ્યુ. કમિશનર ઉદ્દીત અગ્રવાલ સહિત પદાધિકારીઓ - અધિકારીઓ યાજ્ઞિક રોડ- કાલાવડ રોડ પર ફર્યા : સેલર પાર્કિંગ માર્જીન ખુલ્લા કરાવવા તથા ઝીરો લેવલ પાર્કિંગ ફુટપાથ રીપેરીંગ -વૃક્ષોને રક્ષણ-ગેરકાયદે દબાણો દૂર કરવા સહિતની સુચનાઓ અપાઇ

રાજકોટ,તા.૨૪: શહેરનાં ૧૨ રાજમાર્ગોને ગેરકાયદે દબાણથી દુર કરી અને લોકોને પાર્કિંગ તથા ફુટપાથ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા તેમજ આ તમામ રાજમાર્ગોને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે મ્યુ.કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને અધિકારીઓએ દરેક રાજમાર્ગો ઉપર પદયાત્રા કરી સ્થળ નીરીક્ષણ કર્યાબાદ આ રાજમાર્ગોની સમસ્યાઓ ઉકેલવા ખાસ ઝુંબેશ શરૂ કરી છે. જે અંર્તગત શહેરના ડો. યાજ્ઞિક રોડ અને કાલાવડ રોડ પર મેયર બિનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે રવિવાર અને સોમવાર એમ બંને દિવસોએ સવારે પદયાત્રા કરી હતી અને વિવિધ પ્રશ્નો અને કામોની સ્થળ પર જ સમીક્ષા કરી તેના ઉકેલ માટે નિર્ણયો કર્યા હતાં.

યાજ્ઞિક રોડ

ડો. યાજ્ઞિક રોડ પર મેયરઅને મ્યુનિ. કમિશનરએ મુખ્યત્વે સફાઈ કામગીરી, ફૂટપાથ રિપેરિંગ, અનધિકૃત દબાણ દુર કરવા, કોમ્પલેક્ષના સેલર પાર્કિંગ અને માર્જિનની જગ્યા ખુલ્લી કરવા, વાહન પાર્કિંગ, અનધિકૃત બોર્ડ દૂર કરવા, ઝીરો લેવલ પાર્કિંગ વૃક્ષને રક્ષણ, વોંકળા સફાઈ વગેરે કામો અંગે જરૂરી સૂચના અપાઈ હતી.

ડો. યાજ્ઞિક રોડ પર જિલ્લા પંચાયત ચોકથી શરૂ થયેલી પદયાત્રા દરમ્યાન  મેયર, મ્યુનિ. કમિશનર ઉપરાંત શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, નાયબ કમિશનરએ.આર.સિંદ્ય ચેતન નંદાણી અને બી.જી.પ્રજાપતિ, તેમજ એડી. સિટી એન્જિનિયર એમ.આર.કામલીયા, સી.ઈ. ઓ  એચ.યુ.દોઢિયા અને કે.એચ.ગોહેલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, એ.સી.ઈ. બી.ડી.જીવાણી  પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. કમિશનર એચ.કે.કગથરા અને આસી. મેનેજર (જગ્યા રોકાણ) બી.બી. જાડેજા  સહિતના અધિકારીઓ હાજર રહયા હતાં.

કાલાવડ રોડ

કાલાવડ રોડ પર જડુઝ રેસ્ટોરન્ટથી કેન્દ્રીય વિદ્યાલય સુધીના એરીયામાં સફાઈ કામગીરી, જાહેર માર્ગ પર પડેલ રબીસ દુર કરવા, ગાર્ડન અને ડીવાઈડરની સફાઈ, ફૂટપાથ પર પડેલા રબીસ દુર કરવા, વોંકળા સફાઈ, જાહેર માર્ગો પર ઉભેલા ધંધાર્થીઓને હોકર્સ ઝોનમાં સ્થળાંતરીત કરવા, હોકર્સ ઝોનમાં રહેલ સ્કૂલ વાન પાસેથી એક એક હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવા, રસ્તા પર આવતી સ્કૂલોના પાર્કિંગ ખુલ્લા કરાવી છાત્રોને વાહન પાર્ક કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા, ફૂટપાથ રિપેરિંગ, વૃક્ષોની લાંબી ડાળીઓનું ટ્રીમીંગ કરવા, અનધિકૃત બોર્ડ અને જાહેર માર્ગ પરના અનધિકૃત દબાણ દુર કરવા, પી.જી.વી.એસ.એલ.નો પોલ હટાવવા, ન્યારી ઈ.એસ.આર.ની બાજુનો પ્લોટ તુર્ત જ સાફ કરવા, વગેરે કામો અંગે સૂચના આપવામાં આવી હતી.

કાલાવડ રોડ પર શરૂ થયેલી પદયાત્રા દરમ્યાન મેયર, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર ઉપરાંત શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, નાયબ કમિશનરઓ એ.આર.સિંઘ, ચેતન નંદાણી, તેમજ એડી. સિટી એન્જિનિયર એમ.આર.કામલીયા, સી.ઈ. કે.એચ.ગોહેલ, ડાઈરેકટર ગાર્ડન એન્ડ પાકર્સ ડો. કે.ડી.હાપલીયા, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, એ.સી.ઈ. બી.ડી.જીવાણી, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, અને આસી. મેનેજર (જગ્યા રોકાણ) બી.બી. જાડેજા  સહિતના અધિકારીઓ હાજર રહયા હતાં.

(4:14 pm IST)