Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

કેવડાવાડી રોડ પરથી હિરેન કુંભાર દારૂની પાંચ બોટલ સાથે પકડાયો

કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૨૪: કેવડાવાડી મેઇન રોડ પર સપના સોડા સામેથી હિરેન લક્ષમણભાઇ દેવગણીયા (કુંભાર) (ઉ.૧૯-રહે. કેનાલ રોડ લલુડી વોંકળી પાસે, ધોબી ચોક) નામના યુવાનને પોલીસે રૂ. ૫૦૦૦ની કિંમતની બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાંડની દારૂની પાંચ બોટલો સાથે પકડી લઇ તેની પાસેથી ટુવ્હીલર જીજે૦૩કેએમ-૯૦૬૮ મળી કુલ ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ જયુભા, હેડકોન્સ. મહેન્દ્રસિંહ, રણજીતસિંહ, પ્રતાપસિંહ, વિક્રમભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, મનિષભાઇ, રવિરાજસિંહ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે કોન્સ. ભાવેશભાઇ મકવાણાની બાતમી પરથી આ શખ્સ પકડાયો હતો. તે પ્રાઇવેટ નોકરી કરે છે. ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ. એલ. રાઠોડે ૩૧મી અંતર્ગત દારૂના દરોડા પાડવા આપેલી સુચના અંતર્ગત આ કામગીરી થઇ હતી.

(4:13 pm IST)