Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ગુરૂવારે વોર્ડ નં. ૪ નાં કેટલાક વિસ્તારોમાં પાણી કાપ

બેડી ફિલ્ટર પ્લાન્ટ આધારિત વિસ્તારોમાં તા. ર૬નાં પાણી નહિં મળેઃ મ્યુ. કોર્પોરેશનનાં વોટર વર્કસની સતાવાર જાહેરાત

રાજકોટ તા. ર૪: શહેરનાં વોર્ડ નં. ૪ માં બેડી ફિલ્ટર પ્લાન્ટ આધારિત વિસ્તારોમાં તા. ર૬નાં ગુરૂવારનાં રોજ પાણી વિતરણ બંધ રહેશે તેમ મ્યુ. કોર્પોરેશનની વોટર વર્કસ શાખાનાં સીટી ઇજનેર દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના બેડી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ઇએસઆર ની ૯૦૦ એમએમ ડાયાની ડીસ્ટ્રીબ્યુશન લાઇન ઉપર ફલોમીટર ઇન્સ્ટોલ કરવાનું હોવાથી તા. ર૬ના રોજ બેડી ફિલ્ટર પ્લાન્ટના ઇએસઆર આધારિત વોર્ડ નં. ૪ (પાર્ટ) ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

(4:13 pm IST)