Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

માધાપર-ઘંટેશ્વરમાં ૯પ કરોડના ખર્ચે પાંચ માળના બે કોર્ટ બિલ્ડીંગ બનશેઃ ૧૮ જાન્યુઆરીએ ખાતમુર્હૂત

લેડીઝરૂમ - વકીલ રૂમ - ગાર્ડન - પાર્કિગ સહિતની સુવિધા : હાઇકોર્ટની ઇન્ફાસ્ટ્રકચર કમીટીની ગાઇડ લાઇન મુજબ કામગીરી : કુલ ૪૦ કોર્ટ બેસશેઃ માર્ગ- મકાન વિભાગ દ્વારા તૈયારીઓ શરૃઃ સી.એમ.ના હસ્તે ભુમીપૂજન

રાજકોટ તા.ર૪ : રાજકોટમાં ર૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત ૯૯૦ કરોડથી વધુના ૭૦૦ કામોના લોકાર્પણ ખાતમુર્હુત થનાર છે. સીવીલ હોસ્પીટલ (નવી) તથા માધાપર, ઘંટેશ્વર ખાતે નવુ ટવીનકોર્ટ બિલ્ડીંગોએ બે મુખ્ય બાબત છે. અધિકારી સુત્રોના ઉમેર્યા પ્રમાણે ૧૮મી જાન્યુઆરીએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ટવીનકોર્ટ ટાવરનું માધાપર ચોકડીથી આગળ ઘંટેશ્વર ખાતમુર્હુત થશે.અંદાજે ૯પ કરોડના ખર્ચે કોર્ટના ગ્રાઉન્ડ કપ એમ બે ટવીન ટાવર બીલ્ડીંગ બનનાર છે, અને તેમાં ૪૦ કોર્ટ બેસશે.

આ ટવીનટાવરમાં લેડીઝરૂમ - વકીલરૂમ - પાર્કિગ - કેન્ટીન ગાર્ડન સહિત હાઇકોર્ટની ઇન્ફાસ્ટ્રકચર કમીટી દ્વારા સુચવાયેલ. તમામ સુવિધા ઉભી કરાશે, માર્ગ મકાન વિભાગના એકઝી. ઇજનેર શ્રી ત્રિવેદીએ ''અકિલા''ને જણાવ્યું હતું કે નવા ટવીન કોર્ટ  બિલ્ડીંગ અંગે તૈયારીઓ કરી લેવાઇ છે. ૯પ કરોડના ખર્ચે કોર્ટ બિલ્ડીંગ ઉભુ કરાશે.

(4:07 pm IST)