Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ર૮મીએ કેન્દ્રિય આરોગ્યમંત્રી - મુખ્યમંત્રીના હસ્તે નવી સિવિલ હોસ્પીટલનું લોકાર્પણઃ ર૬ જાન્યુ.ની ઉજવણી શરૂ

હોસ્પીટલમાં તમામ અદ્યતન સુવિધાઃ ૧પ૦ કરોડનો ખર્ચઃ રાજકોટની પ્રજાને શાનદાર ભેટ... : કાલે કુવાડવામાં ૧ લાખ કિસાનોનું સંમેલનઃ ૭ માળની હોસ્પીટલમાં ૮ ઓપરેશન થિયેટર

નવી અદ્યતન સીવીલ હોસ્પીટલ (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૪: શહેરની પ્રજાને ગુજરાત સરકાર ર૬ જાન્યુ.ની રાજય કક્ષાની ઉજવણી અંતર્ગત પ્રથમ શાનદાર ભેટ આપવા જઇ રહી છે.

આ ર૮ ડીસેમ્બરે સીવીલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં ૧પ૦ કરોડના ખર્ચે બનાવાયેલ ૭ માળની નવી સિવીલ હોસ્પીટલનું લોકાર્પણ સાંજે ૪ વાગ્યે યોજાયું છે.

આ પ્રસંગે કેન્દ્રિય આરોગ્ય મંત્રી શ્રી હર્ષવર્ધન, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ થશે.

આ લોકાર્પણ સાથે જ રાજકોટમાં ર૬મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી શરૂ થઇ જશે, એડી. કલેકટર શ્રી પરિમલ પંડયાએ ''અકિલા'' ને જણાવ્યું હતું કે, સિવીલ હોસ્પીટલનું લોર્કાપણ એ ર૬મી જાન્યુઆરીની ઉજવણીનો એક ભાગ જ છે, અને આ પહેલો કાર્યક્રમ છે.

અત્રે એ નોંધનીય છે કે, ૧પ૦ કરોડના ખર્ચે બનેલી આ હોસ્પીટલમાં ૮ ઓપરેશન થીયેટર-૪૦૦થી વધુ બેડની સુવિધા, ગાર્ડન-૮ લીફટ-પાંચ લેબોરેટરી સહિત તમામ પ્રકારની અદ્યતન સુવિધા ઉભી કરાઇ છે, જે અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

દરમિયાન આવતીકાલે કુવાડવા-તરઘડીયા ખાતે રાજકોટ સહિત પ જીલ્લાના ૧ લાખ ખેડૂતોનું કૃષિ સંમેલન યોજાશે, જેમાં ખેડૂતોને માવઠાથી થયેલ નુકશાન અંગે જે ઓનલાઇન દાવા થયા છે, તેના પ્રમાણપત્ર અર્પણ કરાશે.

(4:07 pm IST)