Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રાજકોટમાં યોજાયો આઇએફજેડીનો ઝાકમઝોળ ફેશન શો

પ૦ વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલા ૧૪૦ જેટલા ભારતીય પોશાકો પહેરેીને લેકમે ફેશન શોની સુપર મોડલોએ કર્યુ રેમ્પ વોકઃ માધુરીબા રાણા સહીતના ડીઝાઇનરો અને કયુટી બેબી માલવીકા રાણાના રેમ્પ વોકે સૌને મંત્રમુગ્ધ કર્યા

રાજકોટઃ આમતો રાજકોટમાં અનેક ફેશન્સ હો થતા હોઈ છે પણ ગઈકાલે નિરાલી રિસોર્ટ્સમાં જાણીતી ફેશન ઇન્સ્ટિટ્યૂટ આઇએફજેડી દ્વારા યોજાયેલા  એક ઝાકમઝાળ ફેશન શો  કરી  દીધા હતા.આ ફેશન શોમાં આ ઇસ્ટિટ્યૂટની લગભગ પ૦ જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા ૧૪૦ જેટલા ગાર્મેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા અને આ ગાર્મેન્ટ્સ ખાસ મુંબઈથી આવેલી લેકમે સુપર મોડેલ દ્વારા પરિધાન કરવામાં આવ્યા અને રાજકોટની વિદ્યાર્થીનીઓને એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું  હતું  વિદ્યાર્થીઓ દ્વારા જે ૧ર સિકવન્સ તૈયાર કરવામાં આવી છે  તેમાં વ્હાઇટ સાગા સિકવન્સ,નોટી  નેવી,લેજન્ડરી લેહરીયા, હલ્દી મિરાજ,પ્રિન્ટ પેરેડાઇઝ, ધ ડેઝર્ટ રોઝ, ગો ગ્રીન,પેસ્ટલ પિટારા,પાટણ દા  પટોળા,ડાર્ક સિક્રેટ,પિન્ક ગાલા, અને ગુજરાતની અસ્મિતા સમાન નવરંગી નવરાત્રી સિકવન્સ પ્રસ્તુત કરવામાં આવી હતી પણ તેમાં પણ પિયાંશી  ટીલારા દ્વારા પ્રસ્તુત હલ્દી મિરાજ રાઉન્ડ અને પાટણ દા પટોળા અને નવરંગી નવરાત્રી સિકવસ  અને ખાસ કરીને  નાની બાળાઓ માટે તૈયાર  કરાયેલી પિન્ક ગાલા સિકવન્સ પર દર્શકો ફિદા થઇ ગયા હતા. આ વખતના ફેશન શો ને રોયલ રેમપેજ નામ આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે  તમામ કોસ્ચ્યુમ પણ રોયલ ટચ સાથે તૈયાર કરવામાં આવ્યા હતા અને તમામ સિકવન્સમાં  રજવાડી ઠાઠ આપવામાં આવ્યો હતો.  ઇન્સ્ટીટ્યુટ ઓફ ફેશન એન્ડ જવેલેરી ડીઝાઇનીંગના સી ઈ ઓ બોસ્કી નથવાણી  અને સેન્ટર હેડ રાકેશ નથવાણીએ જણાવ્યું હતું કે  અમારા આમંત્રિત મેહમાનો અને ખાસ કરીને અહીંની વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલા તમામ સિકવન્સને જે રીતે તેમના જ પરિવાર દ્વારા વખાણવામાં આવ્યા તેનાથી અમારો જુસ્સો પણ વધ્યો છે અને તમામ સુપર મોડેલોએ  પણ તમામ સીકવન્સ માટે તૈયાર થયેલા કપડાના વખાણ કરીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરાયેલા આ કપડાં કોઈ ઇન્ટરનેશનલ ડિઝાનરથી કમ નથી. ઉપરની પ્રથમ તસ્વીરમાં માધુરીબા રાણાએ ડીઝાઇન કરેલો ડ્રેસ પ્રેઝન્ટ કરી રહેલી મોડેલ સાથે ડીઝાઇનર માધુરીબા રાણા અને બીજી તસ્વીરમાં નોટીનેવી કિડસ રાઉન્ડમાં ભાગ લઇ પોલીસ અને નેવીને ડેડીકેટ કરનાર કયુટી બેબી માલવીકા રાણા રેમ્પ વોક કરતી નજરે પડે છે. નીચેની તસ્વીરમાં મોડેલો અને ડિઝાઇનરો નજરે પડે છે.

(4:05 pm IST)