Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

કુચીયાદળના પાટીયેથી અમીના, શબાના અને ભાવના દારૂના ૨૩૪ 'ચપલા' સાથે ઝપટે ચડી

એસીપી ક્રાઇમ ટીમના પીએસઆઇ અંસારી, વિજેન્દ્રસિંહ, ફિરોઝભાઇ અને અઝહરૂદ્દીનની બાતમીઃ પકડાયેલી ત્રણેય મહિલા ઝૂપડામાં રહે છે

રાજકોટ તા. ૨૪: આગામી ૩૧મી ડિસેમ્બર અંતર્ગત દારૂનું વેંચાણ ન થાય એ માટે સતત દારૂના કેસ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદે સુચના આપી હોઇ ક્રાઇમ બ્રાંચના એસીપી જે.એચ. સરવૈયાની રાહબરીમાં તેની ટીમે કુચીયાદળના પાટીયા પાસેથી ત્રણ મહિલાને રૂ. ૨૩૪૦૦ના દારૂના ૨૩૪ ચપલા સાથે પકડી લીધી હતી.

પીએસઆઇ એમ.એસ. અંસારી, કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. ફિરોઝભાઇ રાઠોડ તથા અઝહરૂદ્દીન બુખારીની બાતમી પરથી કુચીયાદળના પાટીયેથી અમીના રજાકભાઇ દોસાણી (મેમણ) (ઉ.૩૦-રહે. જંકશન રોડ, ઝૂપડામાં), શબાના રાજુભાઇ ચુડાસમા (વાળંદ) (ઉ.૩૫-રહે. ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ પુલ પાસે ઝૂપડામાં) તથા ભાવના નસીમ ચોૈહાણ (મારવાડી) (ઉ.૩૫-રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા પાસે ઝૂપડામાં)ને પકડી લઇ તેની પાસેથી રૂ. ૨૩૪૦૦ના દારૂના ચપલા કબ્જે લેવાયા હતાં. કામગીરીમાં જયપાલસિંહ ઝાલા, તોરલબેન જોષી પણ સામેલ હતાં.

(4:01 pm IST)