Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

મુંજકા કવાર્ટર પાસે કાર ધુળના ઢગલા પર ચડતા બેકાબૂ થઇઃ બમ્પરમાં નુકસાન

રાજકોટઃ યુનિવર્સિટીથી મુંજકા તરફ જઇ રહેલી સ્વીફટ કાર નં. જીજે૦૩ડીએન-૬૭૫૯ના ચાલકે કોઇ કારણે કાબૂ ગુમાવતાં કાર ધૂળના ઢગલા પર ચડી ગયા બાદ બેકાબૂ થઇ જતાં ચાલકે માંડ-માંડ કાબૂ મેળવ્યો હતો. ઉકરડામાં કાર ઘુસી જતાં ત્યાં પથ્થરો પડ્યા હોઇ તેમાં અથડાતાં આગળનું બમ્બર તૂટી ગયું હતું. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:01 pm IST)