Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

પદ્મશ્રી ડો.અશ્વિન મહેતા સિનર્જી હોસ્પિટલમાં : ૫ જટીલ સારવાર સફળ

૫૦ હજારથી વધુ એન્જીયોપ્લાસ્ટી કરનાર દેશના સીનીયર હાર્ટ સ્પેશ્યાલીસ્ટ : ઈન્સ્ટાવાસ્કયુલર અલ્ટ્રાસાઉન્ડ, રોટા એબ્લેશન જેવા જટીલ કેસોની સારવાર કરી : રાત્રે રાજકોટના ટોચના સીનીયર ફીઝીશ્યન સાથે વાર્તાલાપ : સિનર્જી હોસ્પિટલની મેડીકલ ટીમ અને સુવિધાથી પ્રભાવિત

રાજકોટ, તા. ૨૪ : હૃદયરોગની સચોટ સારવાર કરી નવો કીર્તિમાન સ્થાપનાર  જાણીતા પદ્મશ્રી ડો. અશ્વિન મહેતાએ તાજેતરમાં સૌરાષ્ટ્રની ટોચની સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ કાર્ડીયોલોજી ટીમ ડો.વિશાલ પોપટાણી, ડો.કિંજલ ભટ્ટ, ડો.નિલેશ માંકડીયા, ડો.શ્રેણીક દોશી, ડો.સત્યમ ઉધરેજા, કાર્ડીયો વાસ્કયુલર સર્જન ડો.માધવ ઉપાધ્યાય, ડો.અજય પાટીલ અને કાર્ડીયો એનેસ્થેટીક ડો. ઉદ્ધવ નાયકની સાથે પાંચ હૃદયની અતિ જટીલ સફળ સર્જરી કરી હતી.

ભારતના સીનીયર મોસ્ટ હૃદયરોગ નિષ્ણાંત મુંબઈની જશલોક હોસ્પિટલના કાર્ડીયોલોજીના ડાયરેકટર ડો.અશ્વિનભાઈ મહેતા છેલ્લા ૪૦ વર્ષથી હૃદયની બિમારીની સારવાર કરે છે. સંખ્યાબંધ કાર્ડીયોલોજીના પ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક તરીકે ડો.અશ્વિન મહેતાનું નામ ખૂબ જાણીતુ છે. હૃદયની અતિ જટીલ ગણાતી અનેક સારવાર પદ્ધતિમાં પણ તેમનું યોગદાન રહયુ છે. તેઓએ પ૦ હજારથી વધુ એન્જીયોપ્લાસ્ટી અને ૭૫ હજારથી વધુ દર્દીઓની એન્જીયોગ્રાફી કરી છે.

ડો.અશ્વિન મહેતાને ૨૦૦૪માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, મહારાષ્ટ્ર ગૌરવ એવોર્ડ, મહાવીર મહાત્મા એવોર્ડ, ઈન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા ૨૦૦૮માં ડોકટર એવોર્ડ સહિત અનેક એવોર્ડથી તેઓનું સન્માન કરવામાં આવ્યુ છે.

સૌરાષ્ટ્રની સિનર્જી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પાંચ હૃદયરોગના દર્દીઓની જટીલ સર્જરી - સારવાર કરવામાં આવી હતી.

જેમાં ઈન્ટ્રા વાસ્કયુલર અલ્ટ્રા સાઉન્ડ (આઈવીયુએસ) તેમજ હૃદયના લોહીની નળીની તપાસ તેમજ લોહીની નળીમાં કેટલી માત્રામાં બ્લોકેજ છે તેની પણ પ્લાસ્ટી કરવામાં આવી હતી. રોટા એબ્લેશન કે જેમાં લોહીમાં ભળેલુ કેલ્શિયમ દૂર કરવા બલૂનથી સારવાર ન થઈ શકતી હોય ત્યાં ડ્રિલીંગ પદ્ધતિથી સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત ઈમ્પ્લાટેશન, પોસ્ટ બાયપાસ કેલ્શીયમ સ્ટેન્ડીંગ કરવામાં આવ્યુ હતું.

સિનર્જી હોસ્પિટલના કાર્ડીયોલોજીની ટીમ ડો.કિંજલ ભટ્ટ, ડો.નિલેશ માકડીયા, ડો.વિશાલ પોપટાણી, ડો.સત્યમ ઉધરેજા, ડો.શ્રેણીક દોશી, ડો.તેજસ પંડ્યા, ડો.માધવ ઉપાધ્યાય, ડો. અજય પાટીલ સહિતની ટીમ સાથે રહી હતી અને ડો. અશ્વિન મહેતા કાર્ડીયોલોજી ટીમથી ખુબ પ્રભાવિત થયા હતા અને સિનર્જી હોસ્પિટલની સુવિધા અને મેડીકલ ટીમને બિરદાવી હતી.

ડો.અશ્વિન મહેતાએ સૌરાષ્ટ્રમાં તમાકુના બંધાણી તેમજ પરિશ્રમ ઓછો અને લાઈફ સ્ટાઈલના પરિણામે હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થાય છે. લોકોએ પરિશ્રમ, નિયમીત કસરત, પ્રાણાયામ, યોગ કરવા જોઈએ તેમજ તમાકુ બંધ કરવુ જોઈએ તેમજ તૈલી પદાર્થ ઉપર અંકુશ રાખવો જોઈએ.

પદ્મશ્રી ડો.અશ્વિન મહેતાની રાજકોટની મુલાકાત દરમિયાન રાત્રે ઈમ્પીરીયલ પેલેસ હોટલ ખાતે રાજકોટના સીનીયર મોસ્ટ એમડી અને ફીઝીશ્યન સાથે હૃદયની સારવાર અંગે સીએમઈ યોજાઈ હતી.

સંપૂર્ણ સારવાર એટલે સિનર્જી, સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ક્રિટીકલ કેર ડો.જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ, ડો. દર્શન જાની, ડો. જીગર પાડલીયા, ન્યુરો વિભાગમાં ડો.દિનેશ ગજેરા, ડો.સંજય ટીલાળા, ડો.પ્રસાદ તેમકર, ન્યુરો ફિઝીશ્યન ડો.અલ્પેશ સનારીયા, લેપ્રોસ્કોપી સર્જન ડો. રાજન જગડ, ડો.ધર્મીલ દોશી, ઓર્થોપેડીક ડો.નરશી વેકરીયા, ડો.પરેશ પંડ્યા, કાર્ડીયોલોજીમાં ડો.કિંજલ ભટ્ટ, ડો.નિલેશ માકડીયા, ડો.વિશાલ પોપટાણી, ડો.સત્યમ ઉધરેજા, ડો. શ્રેણીક દોશી, ડો.તેજસ પંડ્યા, ડો.માધવ ઉપાધ્યાય, ડો.અજય પાટીલની બેસ્ટ ડોકટરોની ટીમ ઉપલબ્ધ છે.

એકપણ કાપા વગર હૃદયના વાલ્વ બદલવાની સારવાર સિનર્જીમાં કરતા ડો.પોપટાણી - ડો.ઉપાધ્યાય

રાજકોટ, તા. ૨૪ : શરીરને ધબકતુ રાખતુ હૃદય શરીરનું મહત્વનું અંગ છે. હૃદય શરીરનો ધબકાર બનીને જીવન મહેકાવી રહ્યુ છે. પરંતુ આધુનિક જીવનશૈલી કે તમાકુ કે તેલી પદાર્થ કે અન્ય સ્થિતિમાં હૃદયની બિમારી થતી હોય છે. આજે હૃદયની સારવાર ખૂબ ઝડપી બની છે.

તબીબી વિદ્યામાં હૃદયને લગતી સારવારમાં દર વર્ષે નવી નવી ટેકનીક શોધાઈ રહી છે. વન હોલ કીની સારવાર બાદ હવે અતિ આધુનિક સારવાર ટાવર (ટીએવીઆર)માં એક પણ કાપા વગર હૃદયના વાલની સારવાર થઈ શકે છે. વિશ્વની ટોચની હોસ્પિટલોમાં ટાવર દ્વારા સારવાર થઈ રહી છે.  રાજકોટની સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં આ સારવાર તેના પ્રમાણિત તબીબ ડો. વિશાલ પોપટાણી અને ડો.માધવ ઉપાધ્યાય દ્વારા સૌરાષ્ટ્રમાં એકમાત્ર સેન્ટરમાં થઈ રહી છે.

હૃદયની સારવાર કે વાલ બદલવાની સારવારમાં કિડનીના દર્દી, ફેફસા, ડાયાબીટીસ, મોટી ઉંમર કે અન્ય સંજોગોમાં કાપા કૂપી, દ્વારા થતી સારવાર ખૂબ કઠીન હતી. દર્દીને ખૂબ જોખમ રહેતુ અને જીવનું જોખમ રહેતુ હોય છે. આ સંજોગોમાં વરદાનરૂપ ટાવર (ટ્રાન્સરોટીક વાલ્વ રીપ્લેસમેન્ટ) પદ્ધતિના શોધક મુળ ફ્રાન્સના ડો.એલન ક્રીબીચરે ૨૦૦૨માં શોધ કરી છે.

માનવ માટે આર્શીવાદરૂપ ગણાતી વાલ્વ બદલવાની આ ટાવર પદ્ધતિ તથા માઈક્રલ, પલ્મોનરી, ટ્રાઈક સ્પીડ, વાલ્વનું પ્રત્યારોપણ ઓપરેશન સરળતાથી સફળ થાય છે. આ પદ્ધતિથી દર્દીને ત્રણ કે ચાર દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને બાદમાં તેમનું રૂટીન વર્ક રાબેતા મુજબ કાર્યરત થાય છે.

સિનર્જી હોસ્પિટલના કાર્ડીયોલોજીસ્ટ ડો.વિશાલ પોપટાણી (મો.૯૮૨૫૦ ૭૮૧૩૨) એ લંડનથી ખાસ ફેલોશીપ મેળવી છે તો માધવ ઉપાધ્યાય (મો.૯૪૦૮૬ ૦૮૮૭૯)એ હૃદયની મોરલી અને મહાધમનીની ફેલોશીપ કેનેડાથી હાંસલ કરી છે. સૌરાષ્ટ્રમાં એકમાત્ર સિનર્જી હોસ્પિટલ ખાતે આ સારવાર ઉપલબ્ધ બની છે.

(4:00 pm IST)