Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રૂ.૧૬ લાખના ચેકરિટર્ન કેસમાં રાજસમઢીયાળાની મહિલાને એક વર્ષની સજા અને ૧૬ લાખ ચુકવવા હુકમ

આરોપી મહિલા ૬૦ દિવસમાં ફરીયાદીને રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ તા.૨૪: રાજસમઢીયાળા ગામે લોક દરબાર દ્વારા દરેક તકરારને નિવારણ લાવવામાં યુનીક ગામે હોય જે ગામના દિકરી,આરોપી અંજુબેને શેરબજારમાં રકમ હારી જતા સંબંધના દાવે ટુંક સમય માટે મેળવેલ રકમ રૂ.૧૬,૦૦,૦૦૦ પરત કરવા ઇસ્યુ કરી આપેલ રૂ.૯,૦૦,૦૦૦ તથા રૂ.૭,૦૦,૦૦૦ ના બંને ચેકો રીટર્ન થતા બંને કેસોમાં આરોપી અંજુબેન વા/ઓ.હરેશભાઇ સેલડીયાને એક-એક વર્ષની સજા અને રૂ.૧૬,૦૦,૦૦૦/- ૬૦ દિવસમાં ફરીયાદી નિલેશ જયંતીભાઇ લંભાણીને ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ છ-છ માસની સજાનો હુકમ રાજમોટના એડી.ચીફ જયુડી મેજીએ હતો.

આ કેસની હકકીત જોઇએ તો આરોપી મંજુબેન શેરબજારનો ધંધો કરતા અને યોગેશ્વર એન્ટરપ્રાઇઝ વાળા રણજીતસિંહ જાદવ સાથે ધંધાકીય સંબંધો ધરાવતા તેથી ફરીયાદીના સંપર્કમાં આરોપી આવતા ફરીયાદી પાસેથી ટુંક સમય માટે શેરબજારમાં ગયેલ ખોટ પુરવા રૂ.૧૬,૦૦,૦૦૦ સબંધના દાવે લીધેલ, તહોમતદારે તેના ભાઇ પાસે રૂ.૨૦,૦૦,૦૦૦ લેવાના હોય કપાસની વેચાણથી રકમ આવ્યે પરત કરી દેશે તેમ જણાવી વચ્ચેના સમય પુરતુ વિશ્વાસ બેસે તે માટે લેણી રકમનું લખાણ તથા પ્રોમીસરી નોટ લખી આપેલ અને સમય અવધિમાં ચેકો ડીપોઝીટ કરાવતા પાસ થયેલ નહી અને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદીનું લેણુ ન ચુકવતા ફરીયાદીએ રૂ.૯,૦૦,૦૦૦ તથા રૂ.૭,૦૦,૦૦૦ ના ચેકોની અલગ અલગ ફરીયાદો દાખલ કરેલ.

કોર્ટે બંને પક્ષેની રજુઆતો રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતા આરોપીએ, તેમના ભાઇએ, મધ્યસ્થિએ ફરીયાદી પાસેથી રકમ લીધેલ હોવાની હકીકતો જણાવેલ છે જે ફરીયાદપક્ષના કેસને સમર્થન કરે છે વિગેરે હકીકતો લક્ષે લઇ અદાલતે આરોપી અંજુબેન સેલડીયાને બંને  કેસોમાં એક-એક વર્ષની સજા ઉપરાંત બંને ચેકોની રકમ મળી રૂ.૧૬,૦૦,૦૦૦/- ૬૦ દિવસમાં ફરીયાદીને વળતર પેટે ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ છ-છ માસની સજા ફરમાવતો હુકમ કરેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી નિલેશ લુંભાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ,ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(3:59 pm IST)