Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વકીલોની ચુંટણી વકીલો માટે છેઃ રાજકીય લોકો માટે નથીઃ બકુલભાઇ રાજાણી

રાજકોટ બાર.એસોની ચુંટણીમાં ચુંટાયેલ બકુલભાઇ રાજાણીની નવી ટીમ ''અકીલા''ના આંગણે : ૨૦૨૦ દરમ્યાન વકીલોના હિતમાં અનેક કાર્યક્રમો અપાશેઃ સ્પોર્ટસ બ્લડ ડોનેશન કેમ્પ, લીગલ સેમિનાર, વર્કશોપ, ટ્રેનીંગ પ્રોગ્રામને અગ્રતા અપાશેઃ હાઇકોર્ટ બેંચ- ટ્રીબ્યુનલ બેંચ અને નવા કોર્ટ બિલ્ડીંગ અંગે સરકારમાં રજુઆત કરાશેઃ વકીલોના પ્રશ્નો માટે અમારી ટીમ સતત જાગૃત રહેશે

રાજકોટઃ બાર એસો.ની ચૂંટણીમાં પ્રમુખપદે ચૂંટાઈ આવેલ બકુલભાઈ રાજાણી અને તેમની ટીમના હોદેદારો, કારોબારી સભ્યોએ આજે 'અકિલા'ની આભાર મુલાકાત લીધી હતી. પ્રસ્તુત તસ્વીરોમાં ઉપરોકત પ્રથમ સંયુકત તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને પત્રકાર નયનભાઈ વ્યાસ, સાથે બાર એસો.ના પ્રમુખ બકુલભાઈ રાજાણી, ઉપપ્રમુખ ઈન્દ્રસિંહ ઝાલા, સેક્રેટરી જીજ્ઞેશભાઈ જોષી, જોઈન્ટ સેક્રેટરી કેતનભાઈ દવે તથા કારોબારી સભ્યો દર્શાય છે. નીચેની તસ્વીરો 'અકિલા'ના મોભી કિરીટભાઈને મીઠુ મોઢુ કરાવતા બકુલભાઈ રાજાણી દર્શાય છે. અન્ય તસ્વીરોમાં ભાવી કાર્યક્રમ અંગેની માહિતી આપતા પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીપદના ઉમેદવારો તેમજ છેલ્લી તસ્વીરમાં 'અકિલા'ના મોભી કિરીટભાઈ ગણાત્રાનો આભાર માનતા પ્રમુખ બકુલભાઈ રાજાણી અને તેમની ટીમના સભ્યો દર્શાય છે. (તસ્વીરોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ,તા.૨૪: રાજકોટ બાર એસો.ની યોજાયેલ પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં ભાજપની રાજકીય પેનલના મુખ્ય હોદેદારોને હરાવીને ભવ્ય વિજય મેળવનાર એકટીવ પેનલના બાર એસો.ના નવા પ્રમુખ બકુલભાઇ રાજાણી અને તેમની ટીમે આજે ''અકિલા''ની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન બકુલભાઇ રાજાણીએ જણાવેલ કે અમારી ટીમ ૩૬૫ દિવસ ૨૪ કલાક સતત શારીરિક -માનસીક અને આર્થિક રીતે વકીલોના હિતમાં  કાર્યરત રહેશે. હુ પોતે પણ ભાજપમાં હોવા છતા મે  વકીલોની ચુંટણીમાં કયારેય પણ રાજકીય ગ્રહણ લગાડીયુ નથી. વકીલોને બુધ્ધીજીવીની ઉપમાં અપાઇ છે. વકીલોની ચુંટણીમાં રાજકારણ હોવું ન જોઇએ તેવું મારૂ સ્પષ્ટ માનવું છે. વકીલોની ચુંટણી ફકત વકીલોની જ રહે તેવો અભિગમ આગામી વર્ષોમાં પણ અમે આપનાવીશું. ફકત વકીલોના હિત અને વકીલોના પ્રશ્નોનો નિકાલ કરવો તેવો મારો અભિગમ છે. તેથી રાજકીય વાતાવરણથી દુર રહીને માત્ર વકીલોના વિશાળ હિતને અગ્રતા આપવી તેજ મારૂ લક્ષ્ય રહેશે.

આ મુલાકાત દરમ્યાન રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણીએ જણાવેલ હતુ કે ગત વર્ષે જેમ જયારે જયારે તેમને જંગી બહુમતીથી ચુંટી કાઢયા ત્યારે વકીલહીતો ની જાળવર્ણી માટે અમોએ પ્રથમ દિવસથીજ કામ કરવાનુ શરૂ કરી દીધેલ છે.

વધુમા હાલના રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઈ રાજાણીએ જણાવેલ હતુ કે રાજકોટ શહેરમાં ટ્રીબ્યુનલ કોર્ટો ની સ્થાપના થાય તેમજ રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચ લાવવાની કીમગીરી અમોએ ગુજરાત રાજયના મુખયમંત્રી શ્રી,કાયદા મંત્રી શ્રી તેમજ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમુર્તા શ્રીને રૂબરૂ મળી લેખીતમા રજુઆત કરેલી હતી અને આજદિન સુધી કાર્ય અવિરતપણે ચાલુ રાખેલ છે. જે કાર્યવાહીમા અમારી સમગ્ર ટીમ આગળ કાર્યવાહી ધપાવશેઅને સફળતા મેળવશે તેવી આશા છે.

 રાજકોટ ખાતે નવનીર્માણ પામનાર કોર્ટ સંકુલ કોર્ટ બીલ્ડીગ પાચ માળનુ ખાતમુર્હત વહેલામા વહેલી તકે થાય તે અગેની પણ કાર્યવાહી પણ હાથ ધરશે.

 નવા જુનીયર એડવોકેટોનુ જ્ઞાનનુ પમાણ વધે તેવા શુભ આશયથી એડવોકેટ ટ્રેનીંગ પોગામ નુ આયોજન તેમજ જયુડીશયલ પરીક્ષાની તૈયારીમા મદદરૂપ થવા માટે વર્ષમાં જે.એમ.એફ.સી પરીક્ષાની તૈયારીના એ.સી. વર્ગોનુ આયોજન રાજકોટ બાર એશોસીએશન દ્વારા કરવામા આવશે.જેમા રાજકોટના વરીષ્ઠ વકીલશ્રીઓ દ્વારા લેકચર અલગ અલગ વિષયો ઉપર રાખવાનુ આયોજન કરીશું.

વકીલોના જ્ઞાનમાં ઉતરોતર વધારો થતો રહે તેવા શુભ આશયથી રાજકોટ બારના વકીલશ્રીઓ માટે લીગલ સેમીનાર નુ પણ આયોજન કરવામા આવશે. આ ઉપરાત પ્રવાસનુ આયોજન પણ કરવામા આવશે .

વકીલોના તમામ પશ્નોનુ નીરાકરણ તાત્કાલીક ર૪ કલાક મા થાય તેવી વયવસ્થા ઉભી કરી તમામ  તકલીફ સમસ્યાઓ નુ નીરાકરણ તાત્કાલીક ર૪ કલાક મા થાય તેવી વ્યવસ્થા ઉભી કરી તમામ તકલીફ સમસ્યાઓ નુ નીરાકરણ લાવી પેનડીગ અરજી સીસ્ટમ સપુર્ણપણે નાબુદ કરવામા અમો સફળ રહયા છીએ અને એ વિષયને લઈને સતત જાગરૂત રહી અમોએ અમારી જવાબદારી વધુ  સારી રીતે નીભાવવાનો પયત્ન કરીશુ.

 નવા તથા જુના વકીલોને કાયદાના વિધાર્થીઓ ને જરૂરીયાતવાળા તમામ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના વિવિધ ફોર્મ લેવા અમદાવાદ ન જવુ પડે અને તેઓની સગવડતા સચવાય તેવા શુભ આશયથી તમામ ફોર્મ રાજકોટ બાર એશોસીએશનની લાઈબેરીમાથી મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરેલી છે તેને ચાલુ રાખીશુ.

જ્ઞાન સાથે ગમ્મત ના શુભ આશયથી વર્ષ દરમ્યાન વકીલો માટે કેરમ,ચેસ ટુર્નામેન્ટ નુ તથા સ્વીમીંગ કોચીગ કેમ્પનુ પણ આયોજન રાજકોટ બાર એશોસીએશન દ્વારા કરવામા આવશે.

 આ ઉપરાત વકીલોની સ્વાસ્થયની જાળવણી માટે ફુલ બોડી ચેક અપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાજકોટ બાર એશોસીએશન ની ટીમ દ્વારા આયોજન કરાવામા આવશે.

વકીલો માટે નામ,સરનારમા મોબાઈલ નંબર તથા વકીલશ્રીઓના ફોટા સાથેની અધતન નવી ડીરેકટરી બનાવવાનુ પણ વિચારણામાં છે જે અગે પણ અમારી સમગ્ર ટીમ દ્વારા વર્ષ દરમ્યાન યોગ્ય કરવામા આવશે

''અકિલા''મુલાકાત મા રાજકોટ બાર એશોસીએશનના રાજાણી બકુલભાઈ વિનાદરાય (પ્રમુખ) (૨) (ઉપ પ્રમુખ)ઇન્દ્રસિંહ ઝાલા(૩) જીજ્ઞેશભાઈ જોશી (સેક્રેટરી)(૪)કેતનભાઈ દવે(જોઈન્ટ સેકરેટરી)(૫)રક્ષીતભાઈ કલોલા (ટ્રેઝર૨)(૬) સંદીપભાઈ વેકરીયા (લાયબેરી સેકેટરી ) તથા કારોબારી સભ્યશ્રી(૯)અજયભાઈપીપળીયા(૮) કેતનભાઈ મંડ(૯)ધવલભાઈ મહેતા (૧૦) પીયૃષભાઈ સખીયા(૧૧)વિજયભાઈ રૈયાણી(૧ર)પંકજભાઈ દોંગા (૧૩)વિવેકભાઈ ધનેશા (૧૪)મનીષભાઈ આચાર્ય (૧૫)કૈલાશભાઈ જાની (૧૬) રેખાબેન તુષાર સાથે એડવોકેટ ઇન્દુભા રાઓલ, કોમલ રાવલ, શ્યામલ સોનપાલ, રાજભા ગોહિલ પણ સાથે જોડાયા  હતા.

અંતમા રાજકોટ બાર એશોસીએશનની ચુંટર્ણીમા સાથ સહકાર આપી જીતેલા તમામ ઉમેદવારો એ તમામ મતદારોનો ખાસ આભાર માનેલ હતો અને સાથોસાથ રાજકોટના તમામ પેસ મીડીયાનો પણ ખાસ આભાર માનેલ હતો.

(3:56 pm IST)