Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રવિવારે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનો સરસ્વતી- વિશીષ્ટ પ્રતિભા સન્માન- નારીરત્ન એવોર્ડ

ઈન્દ્રનિલ રાજયગુરૂના અધ્યક્ષસ્થાને કાર્યક્રમઃ વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન

રાજકોટ,તા.૨૩: અહિંના રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન હોલ, ભકિતનગર રેલવે સ્ટેશન પાસે આગામી તા.૧૫ ડિસે.ના બદલે તા.૨૯ ડિસે.ના રોજ બપોરે ૧૨ થી ૧ ભોજન બાદ ૧ થી ૪ કલાકે શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વર્ષ ૨૦૧૮-૧૯નો રાજગોર બ્રાહ્મ જ્ઞાતિ (કાઠી)ના તેજસ્વી વિદ્યાર્થીઓનો બારમો સરસ્વતી અને વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માન સમારોહ અને નારીરત્ન એવોર્ડ સમારોહ યોજવામાં આવશે.

સંસ્થાના પ્રમુખશ્રી ઈન્દ્રનીલભાઈ રાજગુરૂના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શિક્ષણવિદ્ ગીજુભાઈ ભરાડના હસ્તે કરવામાં આવશે.

સરસ્વતી સન્માન સમારોહ સાથે- સાથે રાજગોર બ્રાહ્મણ પરિવારો માટે અલગ- અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્લોક ગાન, ગઝલ પઠન, લગ્નગીત, હાલરડા, બાળગીત- જોડકણા અને મહેંદી સ્પર્ધા જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.

આ સરસ્વતી સન્માન સમારોહમાં લોઅર કે.જી. થી પી.જી. કક્ષા સુધીમાં પ્રથમ ૧ થી ૪ ક્રમાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું ઉપસ્થિત મહેમાન / આગેવાનોના હસ્તે પ્રોત્સાહન શિલ્ડ / ઈનામ એનાયત કરીને સન્માન કરાશે.

આ કાર્યક્રમ સફળ બનાવવા સંસ્થાના ઉપપ્રમુ જતીનભાઈ ભરાડ તથા મહામંત્રી ધીરૂભાઈ મહેતાના માર્ગદર્શન નીચે કન્વીનર સતીષભાઈ તેરૈયા, સહકન્વીનરો ગીરધર જોશી, તૃપ્તિબેન જોશી, જયેશભાઈ દવે તેમજ સર્વસભ્યોશ્રી ડો.ગીજુભાઈ જોશી, ડો.રેખાબેન મહેતા, હેમાંગી તેરૈયા, દર્શના જોશી, ઈલા જોશી, મનીષ બામટા, પંકજ ચાંવ, અમિત માઢક, જેરામભાઈ ચાવડા (ગોર), ઉમેશભાઈ એન.જોશી, ભુપતભાઈ મહેતા, દેવાંગ રવિયા, કલ્પેશ બામટા વિગેરે જહેમત ઉઠાવી રહેલ છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:50 pm IST)