Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વહાલુડીના વિવાહ માટે સમાજે સહકારના પુષ્પો ખીલવ્યા, ગુંથાયો સફળતાનો ગુલદસ્તો

સબ રસમોમેં બડી હૈ જગમેં દિલ સે દિલ કી સગાઇ, સહયોગી સબકો બધાઇ હો બધાઇ... : સહયોગી સૌનો હૃદયપૂર્વક આભાર માનતા મુકેશ દોશી-કિરીટ આદ્રોજા

રાજકોટ તા. ર૪ :.. દીકરાનું ઘર - વૃધ્ધાશ્રમ આયોજીત વ્હાલુડીના વિવાહમાં અનેરા સાથ-સહકાર અને લાગણીભીની  હુંફ આપનાર તમામ નામી-અનામી દાતાઓ, શુભેચ્છકો, કાર્યકર્તાઓ, રાજકોટ શહેરના તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, અધિકારીઓ, તેમજ પદાધિકારીઓ, ગીતાંજલી કોલેજના તાલીમાર્થીઓ, કણસાગરા કોલેજની એન. એસ. એસ. ની બહેનોની ટીમ, પી. ડી. માલવીયા કોલેજના એન. સી. સી. કેટેડસ, આર. ડી. ગારડી બી. એઙ કોલેજના તાલીમાર્થીઓ સહિતના તમામ અમારી વ્હાલી દીકરીઓના સપના સાકાર કરવામાં નિમિત બનનારનો અમો દીકરાનું ઘર પરિવાર હૃદયના ભાવથી કૃતજ્ઞતાની લાગણી વ્યકત  કરીએ છીએ અને ભવિષ્યમાં પણ અમારા દરેક સેવા અને સામાજિક પ્રકલ્પોમાં આપ સર્વે તરફથી આવો જ ઉકળકાભર્યો સાથ - સહકાર મળતો જ રહેશે તેવી અંતરથી અપેક્ષા રાખે છે. તેમ આયોજક અગ્રણી મુકેશ દોશી અને કિરીટ આદ્રોજા જણાવે છે.

મૌલેશભાઇ ઉકાણી, વેજાભાઇ રાવલિયા, વલ્લભભાઇ સત્તાણી, શિવલાલભાઇ આદ્રોજા, મનીષભાઇ માદેકા, પ્રતાપભાઇ પટેલ, સુરેશભાઇ નંદવાણા, પરેશભાઇ ગજેરા, ધીરૂભાઇ રોકડ, વિઠ્ઠલભાઇ ધડુક, ભાવેશભાઇ પટેલ, રામભાઇ મોકરીયા, ભુપતભાઇ બોદર, નિદત બારોટ, અરવિંદભાઇ દોમડીયા, હરીશભાઇ લાખાણી, જીતુભાઇ બેનાણી, રમેશભાઇ ટીલાળા, પ્રશાંતભઇ લોટીયા, મેહુલભાઇ રૂપાણી, ડી. વી. મહેતા, રાજેશભાઇ કાલરીયા, અમિતભાઇ ભાણવડીયા, ખોડુભા જાડેજા, ડો. મયંક ઠક્કર. વગેરે માર્ગદર્શક ટીમ સહયોગી બનેલ છે.

આયોજક ટીમમાં મુકેશ દોશી, ડો. નિદત બારોટ, અનુપમ દોશી, સુનીલ વોરા, હસુભાઇ રાચ્છ, કિરીટભાઇ આદ્રોજા, નલીન તન્ના, ઉપેનભાઇ મોદી, હરેશભાઇ પરસાણા,  રાકેશભાઇ ભાલાળા, કિરીટભાઇ પટેલ, સુનીલ મહેતા, અશ્વિનભાઇ પટેલ, હેમલભાઇ મોદી, ગૌરાંગ ઠક્કર, ડો. શૈલેષ જાની, પ્રવિણભાઇ હાપલીયા, હરેનભાઇ મહેતા, હરદેવસિંહ જાડેજા, ધર્મેશ જીવાણી વગેરેનો સમાવેશ થાય છે.

(3:49 pm IST)