Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વોર્ડ નં.૧૦ના તેજસ્વી બાળકોનું સુપ્રસિધ્ધ ચમત્કારીક હનુમાનજી મંદિરે સન્માન કરાશે

નિજ મંદિરે દર શનિવારે સેંકડોની સંખ્યા ભાવિકો દર્શનનો લાભ લ્યે છેઃ હનુમાનજી જયંતિ- શનિ જયંતિ તેમજ ધાર્મિક પર્વ ધામધુમથી ઉજવાય છે

રાજકોટ,તા.૨૪: અહિંના કાલાવડ રોડ ઉપર આવેલ ચમત્કારીક હનુમાનજી મંદીર જે ખુબજ ધાર્મિક મહત્વની જગ્યા ધરાવે છે અને હજારો માણસો શ્રધ્ધાથી તે જગ્યા ઉપર પોતાનું શીશ નમાવે છે. તે જ મંદીરની કમીટી દ્વારા માત્ર વોર્ડ નં.૧૦માં રહેતા બાળકો જેઓ ધો.૫ થી ૧૨માં ફર્સ્ટ કલાસ માર્કસ મેળવે છે. તેઓનું સન્માન આ મંદીરની કમીટી દ્વારા આ મંદીરની જગ્યા ઉપર બાળકોમાં આધ્યાત્મિક અને ધાર્મીક સંસ્કારોનું સિંચનનો વધારો કરવા અને બળ આપવાના ઈરાદાથી આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખુબ જ સારા માર્કસ મેળનાર વિદ્યાર્થીઓને ચમત્કારીક હનુમાનજીની ટ્રોફી તથા બીજા ક્રમે આવનારને ચમત્કારીઅક શની દેવની ટ્રોફી તેમજ ટોપ ઉપર માર્કસ મેળવનાર વિદ્યાર્થીને ચમત્કારીક મહાદેવની ટ્રોફી આપી બાળકોને આત્મબળ વધારવામાં પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ પ્રોત્સાહીત ઈનામો અને મંદીર કમીટી દ્વારા બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમનું બાળકોના પ્રમાણપત્ર મેળવવા તેમજ બાળકોનું મેરીટનું લીસ્ટ તૈયાર કરવું જેની જવાબદારી શિક્ષક પરાક્રમસિંહ જાડેજા (ચાંદલી) તથા વિક્રમસિંહ પરમાર અને બહાદુરસિંહ ઝાલા સંભાળશે. જેમાં સોસાયટીમાં રહેતા બાળકોના વાલીઓએ પોતાના બાળકોના પ્રમાણપત્ર આપવા માટે પરાક્રમસિંહ જાડેજાનો મો.૯૪૨૮૨ ૦૩૨૪૯ તથા બહાદુરસિંહ ઝાલાના મો.૯૮૨૪૩ ૭૨૦૩૧તે તેમજ ચમત્કારીક હનુમાનજી મંદીરે પણ પુજારી ગીરીબાપુનો સંપર્ક કરી અને પોતાના પ્રમાણપત્ર આપી શકાશે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ચમત્કારીક હનુમાનજી મંદીર અને શનિદેવ મંદીર કમીટીના સર્વશ્રી પરાક્રમસિંહ જાડેજા, બળવંતસિંહ રાઠોડ (એડવોકેટ), બહાદુરસિંહ ઝાલા (એડવોકેટ), ઈન્દુભા જાડેજા સુપિ.એન્જી.જેટકો, ઈન્દુભા બી.જાડેજા નિવૃત ડી.વાય.એસ.પી., હરભમસિંહ જાડેજા (ક્ષત્રિય અગ્રણી)નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:49 pm IST)